Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૯૪ ]
સૌય કાલથી ગુપ્તકાલ
[x.
પુરાણોમાં, અમુક અન્ય ગ્રંથેામાં અને સાર ંગદેવના સમયની વિ. સ. ૧૯૪૩ (ઈ. સ. ૧૨૮૭)ની સિંત્રા પ્રશસ્તિ નામે જાણીતી દેવપત્તન-પ્રશસ્તિમાં લકુલીશને શિવના (૨૮ મા) અવતાર તરીકે આલેખ્યા છે.
જૂનામાં જૂના ગ્રંથ(વાયુ પુરાણ)માં લકુલીશનું નામ રુદ્રના ૨૮ મા અવતાર તરીકે અને આઠ વર્ષના બ્રહ્મચારીના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે તે વાયુપુરાણમાં છે.૧ એના આવિર્ભાવ વિશે એમાં એવી કથા છે કે દ્વાપર યુગના અંત અને કલિયુગના પ્રારંભ એ બેની વચ્ચેના ગાળામાં જ્યારે કૃષ્ણ દ્વૈપાયન તરીકે વિષ્ણુના અવતાર થશે અને ભગવાન વાસુદેવ-રૂપે છઠ્ઠા અંશના અવતારને મથુરાના વસુદેવ યાદવ અને એની પત્ની દેવકીના પુત્ર તરીકે પ્રાદુર્ભાવ થશે ત્યારે ભગવાન રુદ્ર કાયાવરાણ ક્ષેત્રમાં એક મૃત બ્રહ્મચારીના શરીરમાં પ્રવેશ કરશે અને બ્રાહ્મણોના નિવૃત્તિ-ધર્મનું રક્ષણ કરશે. ૧૧
ત્રેવીસમા અધ્યાયમાં આ ભવિષ્યવાણી આવે છે તે પહેલાંના ૧૫ થી ૨૨ મા અધ્યાયામાં અને ૨૩ મા અધ્યાયના ૧ થી ૨૦૧ શ્લકામાં પાશુપત-યાગનાં અગાનું વિસ્તારપૂર્વક વન છે અને આગલા કપેામાં થયેલા રુદ્રાવતારી પુરુષાનાં નામ, એમના ચાર શિષ્યોનાં નામ અને એમના યાગમાં પારંગતતાનું વર્ણન પણ છે. એમાં ઉલ્કાષ્ઠામમાં રુદ્રને અવતાર વિશ્વરૂપ નામના આત્રેય ગેાત્રના બ્રાહ્મણ અને એની સ્ત્રી સુદર્શનાના પુત્ર તરીકે થયાને ઉલ્લેખ નથી તેમજ વિશ્વરૂપની ગેરહાજરીમાં થયેલા ચમત્કારને અને કાચબાએ શબ ઉપાડી ગયાના પણ ઉલ્લેખ નથી.
ક્રૂ પુરાણ, લિંગપુરાણ અને શિવપુરાણમાં આ જ કથા લગભગ એ સ્વરૂપે કંઈક જુદા શબ્દામાં વર્ણવેલી જોવા મળે છે.
‘કારવણમાહાત્મ્ય’માં લકુલીશના જન્મની કથા આપી છે.૧૨ એમાં બ્રહ્માના માનસ પુત્ર અત્રિના વશમાં અત્રિથી છઠ્ઠી પેઢીએ લકુલીશને જન્મ વિશ્વરૂપ નામના બ્રાહ્મણ અને એની પત્ની સુદ નાના પુત્ર તરીકે થયા હેાવાનુ જણાવ્યું છે.૧૩ લકુલીશના બાળપણનુ ચરિત અલૌકિક ચમકારાથી ભરેલું છે. એમાં લકુલીશના દેડને લિંગ સાગે સાંકળવામાં આવેલ છે એ નોંધપાત્ર છે. કુમાર લકુલીશના સંબંધમાં દેવખાત તળાવ, ઉર્વા નદીને કાંડા, ચક્રપુર ગામ, કાયાવરાહણ ગામ, હૃદેવ, શિવલિંગ અને બ્રહ્મશ્વર શિવાલયના ઉલ્લેખ લક્ષમાં લેવા જેવા છે.
વાયુ અને કૂર્મ પુરાણામાં૧૪ ‘નકુલી' શબ્દ વપરાયા છે. લિંગપ અને શિવ પુરાણામાં૧૬ એને માટે ‘લકુલી' શબ્દ વપરાયેલા જોવા મળે છે, જ્યારે