Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૪
ધર્મસંપ્રદાય
આપણા અભ્યાસવિષયક કાલખંડ દરમ્યાન ગુજરાતના ધર્મસંપ્રદાય અને ધાર્મિક પરિસ્થિતિ વિશે માહિતી આપતાં ચોકકસ અને સીધાં સાધન અપ પ્રમાણમાં ઉપલબ્ધ છે. વિપ્રકીર્ણ ઐતિહાસિક પ્રમાણે ઉપરથી એનું સંક્ષિપ્ત સંકલન અને સારદેહને અહીં કર્યું છે.
ગુજરાતમાં પ્રચલિત આર્ય ધર્મના મુખ્ય ત્રણ સંપ્રદાય હતા : બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ. બ્રાહ્મણ ધર્મ વળી શૈવ અને વૈષ્ણવ એ બે પંથોમાં વહેચાયેલ હતે.
બ્રાહ્મણ ધર્મ શૈવ સંપ્રદાય
રુદ્રદામા, સુભૂતિ, રુસિંહ વગેરે નામો ઉપરથી ક્ષત્રપ અથવા નિદાન એમાં અમુક વર્ગ શિવભકત હશે, એવું અનુમાન થાય છે. ક્ષત્રપ આમ તે વિદેશી હતા, પણ એમને કોઈ વિશિષ્ટ લક્ષણોવાળા મૂળ ધર્મ હતો કે કેમ અથવા એવો ધર્મ તેઓ સાથે લાવ્યા હતા કે કેમ એ નકકી કરવું શક્ય નથી. પ્રાચીન ભારતમાં આવનાર બધી વિદેશી પ્રજાઓની જેમ શકાએ ભારતીય સંસ્કૃતિમાં અને ભારતીય સમાજજીવનના ચોકઠામાં ગોઠવાઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. શકોના વંશજ એવા પશ્ચિમ ભારતીય ક્ષત્રપોનું લગભગ સંપૂર્ણ ભારતીયકરણ થઈ ગયું હતું. એ સમયે પ્રચલિત ધર્મોને એમણે સ્વીકાર કર્યો હશે, પણ એની વિગતો પ્રાપ્ય નથી. ચાર્ઝન આદિ વંશના વીસ જેટલા પુરુષોમાંથી નવ પુરુષોનાં નામોના પૂર્વાર્ધમાં “રુદ્રી મળે છે એ સૂચક છે. જયદામાના તાંબાના ચોરસ સિક્કા ઉપરનાં વૃષભ અને શિવનાં પ્રતીક આ દૃષ્ટિએ વિચારવા જેવાં છે, કેમકે એ બંને પ્રતીક શિવનાં છે. સ્વામી છવદામાન, માળવામાંથી મળેલા, શિલાલેખમાં એ પોતાને સ્વામી મહાસેન-કાર્તિકેયનો ઉપાસક ગણે છે, જે
૨૮૨