Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું] લિપિ
[૨૭૩ હલંત વ્યંજને હલંત વ્યંજન અથવા સ્વર-રહિત વ્યંજને કે જેને રૂઢ ગુજરાતીમાં ખોડાવ્યંજન' કહે છે, તેઓને મુખ્ય આકાર તો મૂળ (અકારત) વ્યંજન જેવો હોય છે, પરંતુ તેઓનું હલંત સ્વરૂપ દર્શાવવા એમાં હાલ નીચે અમુક ચિહ્ન ( ‘એકારની વરડીનું) ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે જોતાં સ્વરાત્મક મૂળાક્ષરની જેમ વ્યંજનાત્મક મૂળાક્ષરેમાં પણ સ્વતંત્ર ચિહ્ન હોવાની અપેક્ષા રહે, પરંતુ એના ઉચ્ચારણમાં અકાર ઉમેરાતું હોવાથી વ્યંજન-ચિહ્નો અકારાંત હોવાનું ગણવામાં આવ્યું છે ને આથી અંતર્ગત ૩ ના ચિને બદલે સ્વર-રહિત વ્યંજનના ચિની આવશ્યકતા ઊભી થઈ છે. પ્રાકૃત ભાષામાં હલંત વ્યંજનની ભાગ્યેજ જરૂર પડતી હોઈ આરંભિક ઐતિહાસિક કાલના લેખમાં એનો પ્રયોગ દેખા દેતા નથી. હવંતને પ્રગ ભારતમાં નહપાનના નાસિક-લેથી મળવા લાગે છે. આરંભમાં હલંત વ્યંજન દર્શાવવા વ્યંજનમાં કોઈ ચિહ્ન ઉમેરાતું નહિ, પણ એને એની પહેલાંના અક્ષરની નીચે જમણી બાજુએ નાના કદને લખીને સૂચવવામાં આવતુંઅર્થાત એના સ્થાનભેદથી એનું હલંતપણું સૂચવવામાં આવતું, જેમકે સિદ્ધ (પટ્ટ ૨). ગુપ્તકાલમાં પણ એવી જ રીતે હલત અક્ષર દર્શાવવામાં આવતો, જેમકે શત્ (પટ્ટ ૨).
વિરામચિહ્યો
ક્ષેત્રપાલ તથા ગુપ્તકાલના અભિલેખોમાં અહીં વિરામચિહ્નોને પ્રગ કવચિત થયા છે. દેવની મરીના લેખમાં પૂર્ણવિરામ બે ઊભા દંડથી સૂચવાયું છે. કંદગુપ્તના જૂનાગઢ શૈલેખમાં એક કે બે ઊભા દંડનાં ચિહ્ન પ્રયોજાયાં છે.
અંકચિહ્નો
ગુજરાતમાં અંકોને મૌર્યકાલીન પ્રયોગ મળતો નથી. ક્ષત્રપકાલીન સિક્કાલિઓ અને શિલાલેખમાં અંક પ્રયોજાયા હોવાથી તેઓનું તરકાલીન સ્વરૂપ જાણવા મળે છે (જુઓ પટ્ટ ૨, ખાનું ૨). આ અંક બ્રાહ્મીના તત્કાલીન પ્રચલિત પ્રાચીન શૈલીનાં અંકચિહ્નો દ્વારા વ્યક્ત થયા છે. બ્રાહ્મીમાં એ વખતે શૂન્યના પ્રયોગવાળી નૂતન શૈલી (દશગુણોત્તર પદ્ધતિ, પ્રચલિત બની નહોતી. અંક સૂચવવા માટે ૧ થી ૧૦ સુધીનાં દસ ચિ. ઉપરાંત ૨૦, ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૮૯, તેમજ ૧૦૦, ૨૦૮ ૩૦૦ વગેરેનાં અલગ અલગ ચિહ્ન પ્રયો–૨–૧૮