Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[.
૨૫૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ ક્ષત્રપકાલના આરંભમાં ૩ અને 7 ની ટોચે શિરેખા થતી જોવા મળતી નથી, પરંતુ ચેડા સમય પછી તેઓની ટોચ પર પણ શિરોરેખા નિશ્ચિતપણે થવા લાગે છે.
(૨) વણેના પરિમાણમાં ફેરફાર
ક્ષત્રપાલમાં કેટલાક વર્ષોના મરોડ, અગાઉ લંબાઈ-પહોળાઈમાં લગભગ સપ્રમાણમાં હતા તે, ઊંચા-પાતળા બનેલા જણાય છે; જેમકે 5, 6 અને 7 ના મરોડ. આ વર્ગોમાં સીધી ઊભી રેખાની નીચે તરફની, લંબાઈ વધી છે અને ઉપરથી નીચે તરફ જતાં આ રેખા પાતળી થતી જણાય છે. કલમના કસબને લઈને આ પ્રકારે આ વર્ણોના મરોડ ઘડાયા છે.
વળી કેટલાક અક્ષરોની ઊંચાઈ ઘટે છે અને પહોળાઈ વધે છે; જેમકે ઘ, ૫, ૨, ૫, ૪ અને હું ના મરોડ આ વર્ષોમાં ડાબી બાજુની સીધી ઊભી રેખાને થોડી ટૂંકી કરી નાખવામાં આવેલી છે. એવી રીતે જમણી બાજુની રેખાને થોડી ઊંચે લંબાવી એની ટોચને ડાબી બાજુની ટોચની સપાટીએ રાખવામાં આવી છે, આથી આવા વર્ગોમાં ઊંચી રેખા ટૂંકાઈને મધ્યમ કદની બને છે અને નીચી રેખા પણ લબાઈને મધ્યમ કદની બને છે. આ પ્રવૃત્તિ ક્ષત્રપાલના આરંભ પહેલાંથી શરૂ થઈ હતી એમ ભારતના ઈતર ભાગોમાંથી ઉપલબ્ધ થયેલા તત્કાલીન લેખો પરથી જણાય છે.૧૪ આ જાત ની પ્રક્રિયાથી આ વર્ણ જે અગાઉ મૌર્યકાલમાં ગોળ મરેડવાળા હતા તે, સીધા મરોડવાળા બન્યા છે. આગળ જતાં આ વણે પાછા ગોળ મરોડ ધારણ કરે છે.
૨, છે અને ર માં સીવી ઊભી રેખાને ટૂંકી કરવામાં આવેલી છે.
(૩) વણેના વળાંકવાળા રેડને પ્રચાર
ક્ષત્રપાલીન વર્ગોના મોમાં સીધી રેખાવાળા મરેડ વળાંકવાળા બનતા જાય છે. આ વલણ છેક મૌર્યકાલથી અમુક અંશે શરૂ થયેલું, જે ઉત્તરોત્તર વધતાં ક્ષેત્રપાલમાં વ્યાપક બનેલું જણાય છે. આ વળાંકવાળા ભરેડથી અક્ષરો વધુ ઝડપથી લખાય તેવા અને દેખાવમાં વધુ મડદાર હોવાનું માલૂમ પડે છે.
ક્ષત્રપાલના આરંભ સુધીમાં આવો વળાંકદાર મરોડ કેટલાક વર્ષોએ લઈ લીધે હતો; જેમકે , , , , , , , , , , મ, ૨, ૪ અને સામાં, જ્યારે કેટલાક વર્ણ ક્ષત્રપાલના આરંભમાં સીધા મરેડવાળા હતા તે