Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૪૦ ]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[.
મહાન ચીની મુસાફર યુએન સ્વાંગ ઈ.સ. ૬૪૧ ના અરસામાં વલભી આવ્યો હતો તેની નોંધ અનુસાર, વલભી નજીકના વિહારમાં સ્થિરમતિ અને ગુણમતિ નામે બૌદ્ધ આચાર્ય રહ્યા હતા અને ત્યાં એમણે પ્રસિદ્ધ ગ્રંથ રચ્યા હતા. આ વિહાર વલભી નજીક તળાજાના ડુંગરમાં હશે. ઐતિહાસિક પ્રમાણોને આધારે, સ્થિરમતિ અને ગુણમતિ ઈસ. ની ચોથી સદીમાં થયા હોવાનું સંભવે છે.૧૨ આ બંને વિદ્વાનોના મૂળ 2થે હાલ ભાગ્યેજ ઉપલબ્ધ છે; મૂળ ગ્રંથોના ચીની અનુવાદ છે તે ઉપરથી એ રચનાઓનો શેડોક પરિચય મળી રહે છે. સ્થિર મતિના એક ગ્રંથ “મહાયાન-પ્રાવેશિક ”ને ચીની અનુવાદ મળે છે. ગુણમતિના “લક્ષણાનુસારશાસ્ત્રને ચીની અનુવાદ પરમાર્થ કર્યો હતો. આ ઉપરાંત સ્થિરમતિએ વસુબંધુના “અભિધર્મકાશ”, “અભિધર્મસમુચ્ચય', “વિંશિકા” વગેરે ગ્રંથો ઉપર તેમજ “મધ્યાતવિભાગ” અને “કાશ્યપ-પરિવર્ત” ઉપર પણ ટીકા કરી હતી તથા કેટલાક યોગાચાર ગ્રંથ રચ્યા હતા. “મહાયાનધર્મ-ધાવશિષત શાસ્ત્ર”માં સ્થિરમતિએ બેધિસવોનાં ચરિત વર્ણવ્યાં છે. ગુણમતિએ વસુબંધુના “અભિધમકાશ” ઉપર વૃત્તિ લખી ભાવવિવેકના માધ્યમિક મતનું ખંડન કર્યું છે. ૧૩ વલભીની સાહિત્યિક અને વિદ્યાકીય પ્રકૃત્તિને પરિપાક ખરેખર તો ઘણો મોટો હોવો જોઈએ, પણ આપણા અભ્યાસપાત્ર કાલખંડ પર ઉપર્યુકત ચેડા બચેલા ઉલ્લેખોથી જ સંતોષ માનવ પડે છે.
[આ જ સમયમાં જૈન વિદ્યા અને સાહિત્ય પરત્વે મહની પ્રવૃત્તિઓનું ગુજરાત અને એમાં વલભી કેંદ્ર હતું. ઈસવી સનના આરંભકાળે મધ્ય ભારતમાં ઉજયિની, ઉત્તર પ્રદેશમાં મથુરા અને પશ્ચિમ ભારતમાં સુરાષ્ટ્ર જૈન ધર્મનાં કે દ્ર બન્યાં હતાં. જૈન શ્રતને સંકલિત કરવા માટેની પ્રથમ પરિષદ મહાવીરના નિર્વાણ પછી બીજી શતાબ્દીમાં પાટલિપુત્રમાં મળી હતી. એ સમયે અગિયાર અંગ સંકલિત કરવામાં આવ્યાં હતાં અને ચૌદ પૂર્વ માંથી જે કંઈ બચ્યું હતું તે બારમા અંગ
દષ્ટિવાદ” તરીકે એકત્ર કરવામાં આવ્યું હતું, પણ સમય જતાં મૃત ફરી વિશૃંખલ થયું અને એને વ્યવસ્થિત કરવા માટે વીર નિર્વાણ પછી નવમી શતાબ્દીમાં ઈ. સ. ૩૦૦ના અરસામાં મથુરામાં આર્ય કંદિલે અને વલભીમાં આર્ય નાગાર્જુને લગભગ એક સમયે પરિપદે બોલાવી.૧૪ દુર્ભાગ્યે આ બંને આચાર્ય પરસ્પરને મળી શક્યો નહિ અને પરિણામે બંનેએ તયાર કરાવેલી જૈન મૃતની વાચનાઓમાં ઘણાં અગત્યનાં પાઠાંતર રહી ગયાં. એમાંની એક વાચના માથરી વાચના” તરીકે અને બીજી “વલભી વાચના” તરીકે ઓળખાય છે.