Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું]
લિપિ
[૨૪૯
મૂળાક્ષરે (અ) મૌર્યકાલીન
ગુજરાતમાં બ્રાહ્મી લિપિના આદા નમૂના તરીકે અશોકના શૈલ-લેબો ઉપલબ્ધ થતા હેઈને બ્રાહ્મી વર્ણમાલાના મૂળાક્ષરનું મૌર્યકાલીન સ્વરૂપ પટ્ટ ૧ ના પહેલા ઊભા ખાનામાં દર્શાવવામાં આવ્યું છે. એમાંના અમુક વર્ષોના સ્વરૂપની બાબતમાં નીચેના મુદ્દા નંધપાત્ર છે :
- એક સીધી ઊભી રેખાની ડાબી બાજુએ મધ્યમાં બે ત્રાંસી રેખાઓ જેડીને આ વર્ણ સાબિત થયો છે. સાથે સાથે એની ડાબી બાજુની ત્રાસી રેખાએને ગોળ મરોડ આપવાની પ્રવૃત્તિને લઈને બીજા બે મરોડ પ્રયોજાતા જેવા મળે છે.
- આ સ્વરનું અલગ સંકેતચિહ્ન પ્રયોજાતું નહોતું. એના સંકેતચિહ્નની ઊભી રેખાની ટોચે જમણી બાજુ ના અંતર્ગત (medial) રવરચિદની નાની આડી રેખા પ્રચલિત પદ્ધતિ મુજબ ૪ જોડીને આ સ્વર સાધિત થયો છે. એ કર્ણસ્થાને હાઈ કર્ણ” કહેવાતો હશે. ગુ. “કાન'.) ૨, ૩, ૪ અને તેનો માટે સ્વતંત્ર ચિહ્ન પ્રજાતાં.
T- બે સરખી ત્રાસી રેખાઓને ઉપલે છેડેથી કાટખૂણે જોડતાં જ બન્યા છે અને એ મરેડની સાથે સાથે એની ત્રાસી ભુજાઓને બહિર્ગોળ વળાંક અપાવા લાગે છે, જે વિકાસને સૂચક છે.
ટ-ના ચિહ્નમાં એના વર્તમાન મરેડને નીચલે મુખ્ય ભાગ નજરે પડે છે.
૩- આ વર્ણના રવરૂપમાં, શિરે રેખાના ઉમેરા સિવાય કંઈ જ ફેરફાર થયો નથી. અર્થાત “ઢ” વર્ણનું સ્વરૂપ મૌર્યકાલથી માંડીને આજ સુધી (નાગરી, ગુજરાતી અને કૈથીમાં એક જ રહ્યું છે. “& એ ઢ રહ્યો છે' એ પ્રકારની રૂઢિપ્રયોગ કરવામાં આવે છે તે આ વર્ણના વિકાસના સંદર્ભમાં તપાસતાં સાર્થક જણાય છે.
-નું ચિહ્ન સ્પષ્ટતઃ પના ચિહ્ન પરથી સાબિત થયું છે.
અશોકના ગિરનાર શૈલ-લેખામાં પ્રયોજાયેલા વના મરોડ તપાસતાં જણાય છે કે એમાં સીધા, વળાંકવાળા અને મિત્ર ઘાટના મરોડ પ્રોજાયા છે. કેટલાક અક્ષરોમાં સીધા મરોડની સાથે સાથે તેઓના વળાંકદાર મરોડ પ્રયોજાયા છે; દા. ત. ૩, ૪, ગ, ૩, ૪, ૩, ૪, ૫, ૬ વગેરેમાં. આવા અક્ષરોના