Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૫૦ ]
મો કાલથી ગુપ્તકાલ
[×.
સીધા અને વળાંકવાળા મરેડાની વપરાશની દષ્ટિએ તુલના કરતાં મોટા ભાગના અક્ષરોની બાબતમાં સીધા ભરોડા કરતાં વળાંકદાર મરોડ વધારે પ્રમાણમાં પ્રયાાયા છે. એ ઉપરથી પિરવત નનું વધારે વલણ એકદરે વળાંકદાર મરોડા તરફ વધતું
તુ કહી શકાય. વળી આ વર્ગોના મરોડાને ક્ષત્રપ અને ગુપ્તકાલીન મરોડા સાથે સરાવતાં એમાં પણ, આ વલણ ઉત્તરોત્તર સ્પષ્ટતઃ વધતું જતું માલૂમ પડે છે. આ અવલેાકન ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે બ્રાહ્મી લિપિના ઘણા મૂળાક્ષર મૂળ સીધા-સુરેખ સ્વરૂપના હોવા જોઈ એ.
અશાકના સમયે જુદા જુદા પ્રદેશામાં બ્રાહ્મી લિપિનું સ્વરૂપ હતું; જોકે જૂજ અક્ષરાના મરાડામાં વૈવિધ્ય નજરે પડે બાબતમાં એ પ્રશ્નો ઉદ્ભવે છે: (1) અશેકના અભિલેખામાં સામાન્યતઃ જ પ્રકારના મરેડ જોવા મળે છે તે શાથી? (૨) જે અલ્પ પ્રમાણમાં અક્ષરાના વિવિધ મરેડ મળે છે તે કેાઈ પ્રાદેશિક વિશિષ્ટતાઓના સૂચક છે કે કેમ?
એકસરખું જ
ખરું. આ
એક
(૧) પહેલા પ્રશ્નની સમીક્ષા કરીને પ્યૂલર અને દાની એવા અનુમાન પર આવ્યા છે. પ કે અશોકના અભિલેખાના લખાણ રાજધાનીમાંથી રાજ્યના જુદા જુદા પ્રદેશમાં મોકલવામાં આવતાં, નહિ તે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના દૂરદૂરના પ્રદેશામાં એક જ પ્રકારની લિપિ કેવી રીતે દેખા દે છે એ સમાવવુ મુશ્કેલ છે. બ્યૂલર વિગતમાં ઊતરતાં જણાવે છે કે અશાકના બધા અભિલેખાના શાબ્દિક પાઠના મુસદ્દા પાટલિપુત્રના મુખ્ય સચિવાલયમાં તૈયાર કરવામાં આવતા અને ત્યાંથી એની નકલે પ્રાંતિક સુખાએ પર મેાકલી આપવામાં આવતી, પરથી પ્રાંતિક લેખક ( લહિયા) પ્રાદેશિક ખેાલી પ્રમાણે એની સુધારેલી પ્રત તૈયાર કરી સલાટને આપતા. આ પ્રત તૈયાર કરવામાં લહિયાએ ઉપર જાણ્યેઅજાણ્યે મૂળ પ્રતના અક્ષરાના મરાડની અસર થતી. વળી એ લહિયાએ કંઈ હુંમેશાં એ પ્રદેશના વતની નહેાતા. કેંદ્રમાંથી કે બીજા પ્રદેશેામાંથી આવતા સંધ્યાએ, મોટે ભાગે, પેાતાના વતનના કે અગાઉના વહીવટના પ્રદેશામાંથી સચિવે। વગેરે લાવતા આ બન્ને કારણેાને લઈને અભિલેખામાં સામાન્યત: પ્રાદેશિક વૈવિધ્ય ન આવે એ રવાભાવિક છે.
પરંતુ અશેાકકાલીન બ્રાહ્મી લિપિના અપ્રાદેશિક સ્વરૂપ વિશે ઉપર જણાવેલાં કારણ વાજબી લાગતાં નથી. અભિલેખાના શાબ્દિક પાડના મુસદ્દા મગધની રાજધાનીમાંથી મેકલાતા અને એમાં પ્રાદેશિક ખાલી પ્રમાણેના શાબ્દિક ફેરફાર કરાતા, તેા પછી ભાષાની જેમ લિપિમાં પણ પ્રાદેશિક લક્ષણા આવ્યા વિના રહે નહિ, કારણ ? લેખા પ્રજાજને સમક્ષ મૂકવાના હતા, તેથી તે સમજે