Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પર મું] ભાષા અને સાહિત્ય
[ ર૩૯ લઈને તથા યોગ્ય ભટણું સાથે લઈને અનેક દાસીઓ સહિત એ વજુભૂતિની વસતિ તરફ ગઈ પદ્માવતીને વસતિના બારણુમાં ઊભેલી જોઈને વજુભૂતિ પોતે જ, પરિવારને અભાવે, હાથમાં આસન લઈને બહાર નીકળ્યા. પદ્માવતીએ પૂછયું, “વજુભૂતિ આચાર્ય ક્યાં?” વજભૂતિએ ઉત્તર આપ્યો, “બહાર ગયા છે”. પણ દાસીએ રાણીને નિશાનીથી સમજાવ્યું કે “આ જ વજુભૂતિ છે”. આથી પદ્માવતી વિરાગ પામીને, વિચાર કરીને બોલી કે “હે કસરુમતી નદી ! તને જોઈ અને તારું પાણી પીધું! તારું નામ સારું છે, પણ દર્શન સારું નથી.”૭ પછી પોતે આણેલું ભેટશું રાણીએ વજુભૂતિને સંપ્યું, અને પોતે એમને ઓળખતી જ નથી એવો દેખાવ ચાલુ રાખી, “આચાર્યને આ આપજો”, એમ કહીને એ પાછી ચાલી ગઈ૮
યાકાચાર્યકત “નિરા” વેદાંગના અભ્યાસીઓ માટે અતિ મહત્ત્વને ગ્રંથ છે તેની ઉપર પ્રસિદ્ધ ટીકા રચનાર દુર્ગાચાર્ય ઈ. સ. ના પહેલા કે બીજા સૈકામાં ગુજરાતમાં ( જ બુસરમાં ) થઈ ગયા. તેઓ દુર્ગ અથવા ભગવદુર્ગ તરીકે પણ ઓળખાય છે. “નિરુક્ત ”ના બીજા ટીકાકાર સ્કંદસ્વામીએ પોતાના પુરગામી ગ્રંથકાર તરીકે એમને નિર્દેશ કર્યો છે. ટીકાના જુદા જુદા અધ્યાયને અંતે દુર્ગાચાર્ય પોતાને “જબૂમાર્ગાશ્રમવાસી' તરીકે ઓળખાવે છે (ઉદાહરણ તરીકે જુઓ છ અયાયને અંતે રૂતિ વર્ષા निरुक्तवृत्तौ जम्बूमार्गाश्रमवासिनः आचार्य-भगवदुर्गस्य कृतौ षष्ठोऽध्यायः । ). આ “જંબૂમાર્ગાશ્રમ” એ લાટ-મધ્ય ગુજરાતમાં જંબુસર આસપાસનું કઈ સ્થાન છે એમ ડો. શાહે સાધાર રીતે બતાવ્યું છે. “નિરુક્ત ”ના બીજા ટીકાકાર સ્કંદસ્વામી ઈ. સ. ના ચોથા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયા; એમને કાર્યક્ષેત્ર મોટે ભાગે ઉજજયિની હતું, પણ એમના “શ્વેદભાષ્ય ”માને ઉલ્લેખ દર્શાવે છે કે તેઓ વલભીના નિવાસી અને ભર્તધ્રુવના પુત્ર હતા. વૈદિક વિદ્યા અને વૈદાંગને કેવો ઊંડો અભ્યાસ ગુજરાતમાં થતો હતો એનાં લાક્ષણિક ઉદાહરણ તત્કાલીન સાહિત્યરાશિમાંથી બચેલા આ વિરલ અવશેષ પૂરા પાડે છે. લાણાયન ગૌતસૂત્રને સંબંધ લાટ સાથે હેય એ સંભવિત છે. જ્યોતિર્વેિદ આર્યભટના વિદ્વાન શિષ્ય લાદેવ પણ લાટવાસી હોય એ તદ્દન શક્ય છે. • એમનો સમય ઈ. સ. ૨૮૫-૩૦૦ આસપાસનો કરે છે. વરાહમિહિરકૃત “પંચસિદ્ધાંતિકા”ના ઉલ્લેખ અનુસાર લાટાચાર્યે પોલિશ અને રમક સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા ગ્રંથ રચ્યા હતા. એમને “સર્વ સિદ્ધાંતગુરુ'બિરુદ મળ્યું હતું.'