Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૪૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
મહાન જૈન તાર્કિક, કવિ અને સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર કે જેઓ વૃદ્ધવાદીના શિષ્ય હતા તેમની કર્મભૂમિ ઉજયિની અને આસપાસને પ્રદેશ હતી, પણ જીવનના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં–ભરૂચ આસપાસના પ્રદેશમાં એમણે વિહાર કરેલો હોઈ એમની સાહિત્યરચનાઓનો પરિચય અહીં પ્રસ્તુત થશે. જૈન પરંપરામાં સિદ્ધસેન દિવાકરને રાજ વિક્રમાદિત્યના સમકાલીન ગણવામાં આવે છે અને વિક્રમને એમણે જૈનધર્મ કર્યો હોવાનું મનાય છે. એમને વિશેને પરંપરાગત વૃત્તાન્ત “પ્રભાવચરિત' અંતગર્ત વૃદ્ધવાદિયરિતમાં તથા “પ્રબંધકોશ”—અંતર્ગત વૃદ્ધવાદિ-સિદ્ધસેનસૂરિ–પ્રબંધમાં છે. એમના સમય વિશે વિદાનોમાં જબરે મતભેદ છે અને જુદા જુદા વિદ્વાનોએ ઈસવી સનની પહેલી સદીથી સાતમી સદી સુધી એમને સમય ગણ્યો છે. ૧૬ પણ “સન્મતિકની પ્રસ્તાવનામાં ૧૭ પં. સુખલાલજી અને પં, બેચરદાસજીએ એમનો સમય વિક્રમને પાંચ સૈકો ગણે છે. મિસશાર્લોટ કૌએ સિદ્ધસેનને સમુદ્રગુપ્તના સમકાલીન ગણ્યા છે, ૧૮ એટલે સમયદષ્ટિએ એમની કૃતિઓની વિચારણા અહીં અનુચિત નથી.
સિદ્ધસેન દિવાકરના ત્રણ ગ્રંથ ઉપલબ્ધ છે: “સન્માતિતક', “બત્રીસીઓ” અને “-વાયાવતાર.” “સન્મતિતક'માં મૂળ ગ્રંથકારનો ઉદ્દેશ સમજવતાં પં. સુખલાલજી લખે છે: “જૈન દર્શનના પ્રાણરૂપ અને જૈન આગમોની ચાવીરૂપ અનેકાંતદ છનું વ્યવસ્થિત રૂપે નવેસરથી નિરૂપણ કરવું, તર્કશૈલીએ એનું પૃથકકરણ કરી તાર્કિકેમાં તેમની પ્રતિષ્ઠા સ્થાપવી, દર્શનાંતરોમાં જૈન દર્શનનું થાન શું છે અથવા જૈન દર્શન સાથે દર્શનાંતરેનો શો સંબંધ છે એ દર્શાવવું, અનેકાંતદષ્ટિમાંથી ફલિત થતા બીન વાદોની મીમાંસા કરવી, પોતાના સમય સુધીમાં દાર્શનિક પ્રદેશમાં ચર્ચાતા મુદ્દાઓને અનેકાંતદષ્ટિએ નિરૂપવા અને પિતાને ફુરેલ નવીન વિચારણાને પ્રાચીન તેમજ પ્રતિષ્ઠિત અનેકાંદષ્ટિના નિરૂપણને આશ્રય લઈ વિદ્વાન સમક્ષ મૂકી''.૧૯ આ મૂળ પ્રકરણ ૧૬૬ પ્રાકૃત આર્તાઓમાં રચાયેલું છે; જેકે સિદ્ધસેન જન્મે બ્રાહ્મણ હોઈ તથા સંસ્કૃત વિદ્યાના વાતાવરણમાં ઉછર્યા હોઈ એમનું પ્રાકૃત પણ સંસ્કૃત અસરથી મુક્ત નથી. “સમેતિતર્ક” ઉપર અભયદેવસૂરિલી “તત્ત્વબોધવિધાવિની” અથવા વાદમદાર્ણવ '' નામે સંસ્કૃત ટીકા જૈન તત્ત્વમીમાંસાને આકરગ્રંથ છે.
દાવિંશિકાઓ અથવા બત્રીસીઓ' એટલે બત્રીસ બત્રીસ લેાકોમાં રચાયેલી કૃતિઓમની બાવીસમી બત્રીસીનું નામ “ન્યાયાવતાર' છે તે સામાન્ય રીતે અલગ રચના ગણાય છે. આ સર્વ બત્રીસીઓ પ્રૌઢ અને કવિત્વપૂર્ણ શૈલીએ સંસ્કૃત