SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું]. | સામાજિક અને આર્થિક સ્થિતિ [૩૧ ગયા હતા એ અનુશ્રુતિ પ્રસિદ્ધ છે. એમાં ઉલિખિત સુવર્ણભૂમિ એ સુમાત્રા અથવા એ નહિ તો બ્રહ્મદેશ સંભવે છે. કેકકાસ યવન દેશમાં જઈને યંત્રવિદ્યા શીખી લાવ્યા હતા તેમ યવનદેશમાંથી આવેલા દૂતે પ્રધાનપુત્રને થયેલા કાઢને ઈલાજ બતાવ્યો હતો, એ બતાવે છે કે ગ્રી અને ગ્રીસ સાથે સતત વ્યવહાર હતો.૩૯ પાલીતાણા સાથે જેમનું નામ જોડાયેલું છે તે પાદલિપ્તાચાર્ય ગ્રીક મૂળના મુરંડ વંશના રાજા સાથે તેમજ યવનો-ગ્રીકો સાથે ગાઢ સંપર્કમાં હતા એ સૂચવતાં ઘણાં કથાનક છે.૪૦ રોમ સાથે ગુજરાતને સતત અને જીવંત વાણિજ્યિક સંપર્ક હતો. માટીનાં રાતાં ચશ્ચકિત વાસણો( Red Polished Ware ) ના નાનામોટા ખંડિત અવશેષ ગુજરાતમાં અનેક સ્થળોએથી મળ્યા છે, એની કારીગરીનું મૂળ રેમન હોવાની અટકળ વિદાનોએ કરેલી છે. ૪૧ ઈસવી સનની આરંભની સદીઓમાં પશ્ચિમ ભારતને રોમ સાથેનો વેપાર વિકસેલે હતો, એ સમયે ભારતમાં આ કલા આવી હોય. વડોદરા પાસે અકોટામાંથી અને સાણંદ પાસેથી દારૂ ભરવાની રોમાન કોઠી( amphora) ના અવશેષો મળ્યા છે તે આ દષ્ટિએ સૂચક છે. ગુજરાતમાં ક્યાંક રોમન સિક્કા મળ્યા છે તે પણ આ પરરાષ્ટ્રિય સંપર્કનું સમર્થન કરે છે. “દીનાર” નામે સુવર્ણના સિક્કા એ સમયે પ્રચલિત હતા. ઉપલબ્ધ પ્રાચીન પાઠપરંપરાઓ ઉપરથી પુનર્ઘટિત થયેલા મૂલ “પંચતંત્ર” માં (સમય ઈ. સ. ૧૦૦ અને ૫ ની વચ્ચે), “વસુદેવ-હિંડી”માં (મૂલ પાઠ, પૃ. ૪૩, ૨૮૯), સંસ્કૃત સાહિત્યમાં તેમજ જૈન સૂવોની પ્રાકૃત ચૂણિઓ. અને સંસ્કૃત ટીકાઓમાં “દીનાર” શબ્દ સેંકડો વાર વપરાયેલ છે. “દીનાર” એ રોમન મૂળનો શબ્દ છે અને લેટિન denarius ઉપરથી વ્યુત્પન્ન થયેલો છે. રોમ અને ભારતના વેપારી અને આર્થિક સંપર્કને પરિણામે ઈસવી સનની પહેલી અથવા બીજી સદીમાં ભારતમાં એ વપરાવો શરૂ થયું હશે એવું અનુમાન થાય છે. આંતરરાષ્ટ્રિય સંપર્કોની સ્મૃતિ ભાષાના પ્રયોગો દ્વારા કેવી રીતે સચવાઈ એનું એક લાક્ષણિક ઉદાહરણ અહીં મળે છે.
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy