________________
૨૩૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
સિલેનમાં વસાહત સ્થાપ્યા પછી કેટલાક સમય બાદ એ બન્યો હોય એ સંભવિત
છે. ગુજરાતનો વિજય સિલેન ગયે તેમ સિલેનની એક રાજકન્યા ભરૂચ આવીને રહી અને ત્યાં એણે અનેકવિધ દાનપુણ્ય કર્યા એટલું તથ્ય તો આ અનુશ્રુતિમાં હશે એમાં સંદેહ નથી. શકુનિકાવિહાર'માં જીર્ણોદ્ધાર અનેક વાર થયા. મુસ્લિમ સમયમાં ‘શકુનિકાવિહારની મસ્જિદ બની ગઈ. આજે પણ એ મરિજદ ભરૂચમાં છે; ગુજરાત અને સિલેનના સાંસ્કૃતિક સંપર્કની યાદ એ તાજી કરે છે.૩૪
એક સંનિવેશમાં બે દરિદ્ર ભાઈઓ હતા, તેઓએ સરાષ્ટ્રમાં જઈને એક હજાર રૂપક ઉપાજિત કર્યા હતા એવું એક પ્રાચીન કથાનક જૈન આગમ સાહિત્યમાં છે.૩૫ સુરાષ્ટ્રની વેપારી જાહેરજલાલી અને દીપાંતરગમનને વિગતવાર ઉલ્લેખ “વસુદેવહિંડી”ના “ગંધર્વદત્તા સંભકમાં મળે છે. પૈશાચી પ્રાકૃતમાં રચાયેલી, ગુણાઢચની લુપ્ત “બૃહકથા ઈ.સ. ને પહેલો અથવા બીજો સૈકીનું એ જૈન ધર્મકથા તરીકે રૂપાંતર હોઈ એમાંની કથાઓ, ખરેખર તો, એના કર્તા સંઘદાસગણિના સમય કરતાં જૂની છે. વેપારીઓ જુદા જુદા પ્રકારનો માલ વહાણોમાં ભરીને સમુદ્રમાર્ગે દેશપરદેશ ફરતા. સમુદ્રયાત્રા શરૂ કરતાં પહેલાં રાજ્યશાસનનો પક લેવામાં આવતો અને પવન તથા શકુન અનુકૂળ હોય ત્યારે ધૂપદીપ કરીને વહાણ ચલાવવામાં આવતું. “વસુદેવહિંડી માં ચામુદત્ત નામે એક વેપારીને સમુદ્રમાર્ગે અનેક દેશોને પ્રવાસ કરતો વર્ણવ્યો છે. ચારુદત પ્રિયંગુપણ નામે એક બંદરેથી ઊપડે છે. એ પહેલાં ચીનસ્થાન અથવા ચીન અને ત્યાંથી સુવર્ણ ભૂમિ અથવા સુમાત્રા ગ. પછી એ પૂર્વ અને દક્ષિણ દિશાનાં બંદરોએ ગયો અને ત્યાંથી પાછો ફરતાં એણે કમલપુર, યવીપ અથવા જાવા અને સિંહલ અથવા સિલોનમાં તથા પશ્ચિમ દિશાએ આવેલા બર્બર અને યવન દેશમાં વેપાર કર્યો અને ઘણું ધન પેદા કર્યું. ઘર તરફ પાછા ફરતાં સુરાષ્ટ્રના કિનારા પાસે આવી પહોંચ્યા ત્યારે કિનારો દષ્ટિમર્યાદામાં હતો તે વખતે જ, સમુદ્રના તોફાનને કારણે એનું વહાણ ભાંગી ગયું. વહાણના એક પાટિયાને આધારે સાત રાત્રિઓ સમુદ્રમાં ગાળ્યા પછી “ઉંધરાવતી વેલા” નામથી ઓળખાતા કિનારા ઉપર મોજાંઓ વડે એ ફેંકાઈ ગયો. “આ ઉંબરાવતી વેલા” સુરાષ્ટ્ર અથવા કચ્છના કિનારાનું કેઈ સ્થાન હશે એવું અનુમાન થાય છે. આ સિવાય ખુલ્કી માર્ગે પણ અનેક ઘાંટીઓ વટાવીને દૂણ, ખસ અને ચીન ભૂમિ સાથે વેપાર ચલાવવામાં આવતો. ટંકણ દેશ અને ત્યાંની ટંકણ નામે પહાડી પ્રજા સાથે માલના વિનિમયનું પણ વર્ણન મળે છે.૩૭ ટંકણ લોક વિશેના ઉલ્લેખ જૈન આગમોની ટીકાઓમાં તેમજ મહાભારતમાં પણ છે. જૈન આચાર્ય કાલકાચાર્ય સુવર્ણભૂમિ