Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ મું] સામાજિક અને આર્થિક સ્થિતિ
[રર૯ જતું હતું, છતાં ગુપ્તકાલ સુધી ગ્રીક ભાષાનો અભ્યાસ ગુજરાતમાં કંઈક પ્રચલિત હતો એમ સિકકાઓને આધારે કહેવું વધારે પડતું નથી.
આપણું અભ્યાસપાત્ર કાલખંડના છેવટના ભાગમાં દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર રાજ્ય કરનાર તૈકૂટક વંશનું અસ્તિત્વ સિક્કાઓ દ્વારા જ જણાય છે. એ વંશના દહસેન અને વ્યાધ્રસેનના સિક્કા મળ્યા છે. એમને સમય લગભગ ઈ.સ. ૪૫૧ થી ઈ.સ. ૪૯૦ સુધીને છે. એ રાજાઓ પણ પિતાને પરમ ભાગવત’ કહે છે. એમના સિક્કાઓમાં પણ બ્રાહ્મી લિપિમાં સંસ્કૃત લખાણ ઉપરાંત રાજાની મુખાકૃતિ સાથે અસ્પષ્ટ ગ્રીક અક્ષરો હોય છે.૩૨
(ઈ.સ. પૂર્વે પાંચમી સદીથી ઈ.સ. પૂર્વે બીજી સદી સુધીમાં ત્રણ વર્ષોમાં ક્યારેક રચાયેલા) “બૌધાયન ધર્મસૂત્ર” જેવા પ્રાચીન ગ્રંથમાં “સમુદ્રસંધાન ” અર્થાત્ ટીકાકાર ગોવિંદવામીના શબ્દમાં કહીએ તે “ીપાંતરગમન”ને વિશેષતઃ બ્રાહ્મણો માટે નિષેધ કર્યો છે. એ બતાવે છે કે દીપાંતરગમન સાધારણ ઘટના હતી. લાંબા સમુદ્રકિનારાને કારણે અને એ કિનારા ઉપરનાં નાનાંમોટાં અનેક બંદરને કારણે ગુજરાતના પરરાષ્ટ્રિય અને સાંસ્થાનિક સંબંધ ઘણું પ્રાચીન છે, જોકે આટલા પ્રાચીન સમયને માટે ઉપલબ્ધ પ્રમાણસામગ્રી ઝાઝી નથી. “જે જાય જાવે તે કદી ન પાછો આવે, અને આવે તે પરિયાંનાં પરિયાં ચાવે તેટલું ધન લાવે” તથા “લંકાની લાડી અને
ઘાને વર” જેવી પરંપરાગત ઉક્તિઓ પ્રાચીન વૃત્તાંતોને સાચવે છે. સિલેનમાં રચાયેલ પાલિ ગ્રંથે “દીપવંસ” (ઈસને ચોથો સેકે) અને “મહાવંસ” (ઈ.સ.ને છઠ્ઠો સેકે) અનુસાર, સિંહલદીપ અથવા લંકાની સંસ્કૃતિને આરંભ લાટ રાજા સિંહબાહુના પુત્ર વિજયના આગમનથી થયું હતું, અને એ ટાપુનું સિંહલદ્વીપ નામ, ત્યાં આર્ય વસાહતની સ્થાપના અને ભારતીય આર્ય ભાષા સિંહાલીને ત્યાં ઉદ્ગમ અને વિકાસ પણ એને આભારી છે. વિજય અપુત્ર હાઈ એણે સુરાષ્ટ્રથી તેડાવેલે એને ભાઈ પાંડુ વાસુદેવ સિલેનને રાજા થયો અને એના વંશજોએ ત્યાં રાજ્ય કર્યું.૩૩ ગુજરાત અને સિલેનનો સંપર્ક ત્યારપછી સૈકાઓ સુધી ચાલુ રહ્યો હશે. ગુજરાતથી જાવા જતાં વહાણ સિલેનનાં બંદરોએ ભતાં એવી પ્રાચીન અનુકૃતિ છે.
સિલેનની એક રાજકુમારી સુદર્શનાએ ત્યાંથી ભરૂચ આવી, અશ્વાવબોધ તીર્થમાં ‘શકુનિકાવિહાર' નામે જૈન મંદિર બંધાવ્યું હતું એવી અનુકૃતિ અનેક પ્રાચીન જૈન ગ્રંથમાં નોંધાઈ છે, અને એને નિર્દેશ કરતાં શિલ્પ અનેક જૈન મંદિરોમાં છે. એ પ્રસંગને ચોકકસ સમયનિર્ણય કરવો મુશ્કેલ છે, પણ વિજય