Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
(૨૨૮]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
છે. ગુપ્ત રાજાઓ વૈષ્ણવ હતા. એમના સિક્કાઓ ઉપરની ગરુડની આકૃતિ તેમજ લખાણોથી પણ એ જણાય છે. ગુપ્ત રાજાઓ સામાન્યતઃ સેનાના અને તાંબાના મોટા સિકકા પડાવતા, પણ ગુજરાતમાં ગુપ્ત-શાસન સ્થપાયા પછી એમણે પશ્ચિમ ભારત માટે સ્થાનિક ઢબના સિક્કા પડાવ્યા. ૨૫ માળવા અને ગુજરાતમાં ક્ષેત્રપાલ પહેલાંથી ચાંદીના નાના સિક્કા-લગભગ અર્ધા ઈંચ વ્યાસવાળા અને વજનમાં ૩પ થી ૪૦ ગ્રેનના–પ્રચલિત હતા, તેવા એમણે પડાવ્યા. ક્ષત્રપ સિક્કા ઉપર વર્ષ શક સંવતમાં અપાતાં, પણ ગુપ્ત સિકા ઉપર એ ગુપ્ત સંવતમાં અપાવા લાગ્યાં. ચંદ્રગુપ્ત પહેલાના રાજ્યારોહણના વર્ષથી (ઈસ. ૩૧૯-૨૦થી) ગુપ્ત સંવત શરૂ થાય છે. પશ્ચિમ ભારતમાં સૌ પ્રથમ સિક્કા પડાવનાર ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજે છે અને એને પહેલે સિકકો ગુપ્ત સ. ૯૦૧ ઈ. સ. ૪૦૯ )ને મળ્યો છે. ચંદ્રગુપ્ત બીજાના રાજ્યકાલનો ઈ. સ. ૪૪માં અંત આવ્યો હોઈ એના થોડાક જ સિક્કા ઉપલબ્ધ છે.
ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત ગુજરાત ઉપર લગભગ ચાળીસ વર્ષ રાજ્ય કર્યું હોઈ એના બહુસંખ્ય સિક્કા ગુજરાતમાંથી મળ્યા છે (આકૃતિ ૬૪). અમરેલી, સાણંદ અને આણંદમાંથી કુમારગુપ્તના સિક્કાઓના નિધિઓ મળ્યા છે તથા અમદાવાદ, ખેડા, ભાવનગર, મોરબી, જૂનાગઢ. વલભીપુર, ભૂજ વગેરેથી એના સિક્કા જડ્યા છે. ૨૬ ચાંદીના સિક્કા પછી કેવળ ગુજરાતમાં મર્યાદિત ન રહેતાં ઉત્તર પ્રદેશમાં પણ પ્રચલિત થયા જણાય છે. એ સિક્કાઓમાં ગરુડને સ્થાને મયૂરની આકૃતિ અંકિત કરાતી. ૨૭ કુમાર-કાત્તિકેયના વાહન પ્રત્યે આમ કુમારગુપ્તને પક્ષપાત દાખવવાનું મન થયું હશે, પણ સિકકા ઉપરના લખાણમાં, એને વિશેના “પરમ ભાગવત” વિશેષણથી એ શૈવ નહિ, પણ વૈષ્ણવ હતો, એ સ્પષ્ટ થાય છે. કુમારગુપ્તના સિક્કાઓનો એક નિધિ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાંથી મળે છે, પણ ગુપ્તાની સત્તા ત્યાં સુધી પ્રસરી નહોતી, એટલે ગુજરાતમાંથી એ સિક્કા વેપારી કે અન્ય સંબંધોને નાતે ત્યાં ગયા હશે એવું અનુમાન થાય છે. ૨૮ સમુદ્રગુપ્ત, કાચગુપ્ત (રામગુપ્ત ?), ચંદ્રગુપ્ત બીજે તથા કુમારગુત લાના સોનાના સિક્કા પણ ગુજરાતમાંથી કવચિત મળ્યા છે. ૨૯
કુમારગુપ્તના પુત્ર કંદગુપ્તના સિક્કાઓની રચના ઉપર પ્રમાણે જ છે (આકૃતિ ૬૫,૩૦ પણ કેટલાકમાં ગરુડને બદલે નંદીનું પ્રતીક હોય છે. જોકે રાજાને બિરુદ તે પરમ ભાગવત” લગાડેલું હોય છે. આ પહેલાંના સિક્કાઓમાં ગ્રીક લિપિના અસ્પષ્ટ અક્ષરો જોવામાં આવતા તેને હવે લોપ થાય છે. ગ્રીક લિપિ પ્રત્યે રાજા અને પ્રજાનું, દેખીતા કારણસર, દુર્લક્ષ થતું