Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ મું]
સામાજિક અને આર્થિક સ્થિતિ
[૨૨૭.
વળી એ વંશના પાંચમા રાજા રદ્રસિંહ ૧ લાએ ચાલુ કરેલી પ્રથાનુસાર, ચાંદીના સિક્કા ઉપર રાજાની મુખાકૃતિની પાછળ શક સંવતમાં વર્ષને ઉલેખ હોઈ પ્રત્યેક રાજાની રાજ્યકાળનો પણ નિર્ણય થઈ શકે છે. જોકે બીજી ધાતુઓના ઘણું સિક્કા ઉપર વર્ષ કે લેખ હોતો નથી અને તેથી એ સિક્કા કયા રાજાના કે કયા સમયના છે એ ખાતરીપૂર્વક કહી શકાતું નથી, તો પણ એક સામાન્ય કથનરૂપે તે ઉપરનું વિધાન સાચું છે. ક્ષત્રપોના સિક્કાઓમાં વપરાયેલી ચાંદી રાજસ્થાનની ખાણોમાંથી આવી હોવાનો અભિપ્રાય, એ સિકકાઓની રાસાયનિક આદિ તપાસથી પ્રાપ્ત થયેલા પુરાવાઓ દારા હમણાં વ્યક્ત થયો છે.૨૩ ક્ષત્રપના ચાંદીના સિકકા “કાપણ” તરીકે ઓળખાતા એવું અનુમાન કરવામાં આવ્યું છે. “ક” અને “પણ” એ બે શબ્દોનો કાપણ” બન્યો છે. “કઈ” એક વજન છે. આથી કઈ વજનનો સિકકો તે કાપણ, એમ જણાય છે. એનું પ્રાકૃત રૂપ “કહાવણ” એવું “અંગવિજ” પ્રકીર્ણકમાં આવ્યું છે. સિક્કાનું “ખત્તપક” (સં. ક્ષત્રપ) એવું નામ પણ એમાં છે એ ક્ષત્રપોના મુખ્ય ચલણ “કાપણ”નો પર્યાય હશે ? “અંગવિજ” પ્રકીર્ણકમાં 'સરક' નામે સિક્કાનો ઉલ્લેખ છે તે ભારતીય-યવન રાજાઓના ચલણને એટર” (state) છે. બૌદ્ધ “વિનયપિટક” પરની “સમંતપાસાદિકા” ટીકામાં માળવા અને સૌરાષ્ટ્રના ચાંદીના સિક્કાને “રુદ્રામક” કહ્યો છે, એ તો શાસક રદ્રદામાના નામ ઉપરથી છે. રુદ્રદામાએ પડાવેલા સિકકા “ દામક” કહેવાતી હશે.
અંદાજે આ સમયમાં બોધિ નામે વંશ ગુજરાત ઉપર રાજ્ય કરી ગયો. એના અસ્તિત્વ માટે સિક્કા સિવાય બીજો કોઈ પુરાવો હજી મળ્યો નથી. એનાં રાજ્યકાલ અને રાજય સીમા વિશે પણ નિશ્ચયપૂર્વક કશું કહી શકાય એમ નથી, એ વંશ એ કાળે કયા નામે ઓળખાતો હશે એ વિશે પણ નકકી ન કહેવાય. એના રાજાઓનાં નાપોના ઉત્તર ભાગમાં “બોધિ” શબ્દ આવે છે, તેથી જ એ વંશને સંશોધકોએ બોધિવંશ કહ્યો છે. સિક્કાઓ ઉપરથી શ્રબોધિ, શિવબવિ, ચન્દ્રાધિ અને વરબોધિ એવાં એ રાજાઓનાં નામ મળે છે. એમના સિક્કા સીસાના છે. એની બીજી બાજુ કેરી હોય છે. ૨૪ સમયનિર્દેશવાળા સિક્કા મળે તે જ આ રાજવંશ ઉપર કંઈક વધુ પ્રકાશ પડે.
પાંચમી સદીના પહેલા દસકામાં પ્રાયઃ ગુજરાત ઉપર ગુપ્તવંશના ચંદ્રગુપ્ત બીજા અથવા વિક્રમાદિત્યનું શાસન સ્થપાયું અને ત્યારપછી ગુપ્ત રાજાઓના સિક્કા ગુજરાતમાંથી મળવા શરૂ થાય છે. ગુપ્તયુગનું સાહિત્ય તેમજ ચિત્રકલા અને શિલ્પસ્થાપત્ય પ્રશંસનીય છે તેમ એ કાલના સિક્કાઓની કારીગરી પણ આકર્ષક