Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૨
ભાષા અને સાહિત્ય
લગભગ ઈ. પૂ. ૩૨૦ થી લગભગ ઈ. સ. ૪૭૦ સુધીના આશરે આઠ શતાબ્દીના લાંબા સમય દરમ્યાન ગુજરાતની ભાષા અને સાહિત્યના અભ્યાસ માટેની પ્રત્યક્ષ સામગ્રી પ્રમાણમાં અલ્પ છે. જૂનાગઢના પાદરમાં, ગિરનારની તળેટીમાં આવેલા એક ખડક ઉપર ભારતના ત્રણ ઐતિહાસિક મહત્ત્વના લેખ કોતરેલા છે. એમાંનો એક તે સમ્રાટ અશોક( ઈ. પૂ. ર૭૩-૨૩૭)નો પ્રાકૃત શાસન-લેખ; એની પ્રાકૃત ભાષા પશ્ચિમ ભારતમાં સર્વસામાન્ય રીતે સમજાતી હોવી જોઈએ. જેન આગમસાહિત્યની એક વાયના સૌરાષ્ટ્રના વલભીમાં થઈ અને સમસ્ત જૈન શ્રત વલભીમાં ઈ. સ. ના પાંચમા સૈકામાં લેખાધિરૂઢ થયું તેમાં આ પ્રદેશની બોલાતી ભાષાની કંઈક અસર અવશ્ય ઝિલાઈ હશે.
પાણિની શિક્ષા'ના લેખકે (નિદાન ઈ પૂ. પાંચ સૈક) સૌરાષ્ટ્રની સ્ત્રીઓના નાસિક ઉચ્ચારણને નિર્દેશ કરતાં નીચેની લેક ટાંક્યો છે. :
यथा सौराष्ट्रिका नारी तक्राँ इत्यभिभाषते ।
___तथा रङ्गाः प्रयोक्तव्याः खे अरों इव खेदया ॥२६॥ ઈ. સ. ની પાંચમી સદી આસપાસ, અહીંના પ્રાચીન ભૂભાગમાં કઈ સ્થળે, વાચક સંધદાસગણિએ પ્રાકૃત ગદ્યમાં રચેલી, મહાકાય ધર્મકથા “વસુદેવ-હિંડી” (પૃ. ૨૪)માં ઉદ્ભૂત થયેલા એક પદ્યમાં અપભ્રંશનાં પણ રૂપ છે. જે કાલખંડની આપણે વાત કરીએ છીએ તેમાં પ્રારંભમાં પ્રાકૃતનું અને પાછળથી અપભ્રંશનું એક રૂપ લકભાષા તરીકે પ્રચલિત હોવું જોઈએ.'
પ્રસ્તુત કાલખંડમાં તેમ ત્યાર પછી પણ સાહિત્યરચના અને વાડું - પાસનાની સરિતા ગુજરાતમાં કદી પણ કૃશાંગી નહોતી, પ્રાચીન કાલથી આ તરફ સોલંકી યુગની નજદીક આવતા જઈએ તેમ તે ઉત્તરોત્તર સુપુષ્ટ થતી
૨૩૫