Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સૌ કાલથી ગુપ્તકાલ
(31.
૨૩૬ ]
જણાય છે. એ વાડ્મયના સંક્ષિપ્ત પરિચય આપવા માટે પણ મોટા ગ્રંથ જોઈ એ. પણ આ પ્રાચીન કાલખંડના સાહિત્યના પરિચય તેા થાડીક ઉપલબ્ધ રચનાએ તેમજ કેટલાક વિપ્રકીર્ણ સાહિત્યિક ઉલ્લેખાને આધારે આપવાને પ્રાપ્ત થાય છે, તેપણ અહીંના પ્રાચીન ભૂભાગની વિદ્યાકીય અને સાહિત્યિક પ્રવૃત્તિએની પ્રતિહાસલક્ષી કલ્પના કરવા માટે એ પર્યાપ્ત થઈ પડે એમ છે. ઉપલબ્ધ રચના તથા અનુપલ ધ રચનાઓ વિશેના ઉલ્લેખા પ્રાયઃ સંસ્કૃત અને પ્રાકૃત કૃતિને લગતા છે.
ગિરનારની તળેટીમાં અશેકના શાસનલેખવાળા ખડક ઉપરને શક-ક્ષત્રપ રુદ્રદામાને સંસ્કૃત ગદ્યમાં કાતરાયેલા લેખ (ઈ. સ. ૧૫૦ ) પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના પ્રાચીનતમ નમૂનાઓ પૈકી એક છે; એ જ ખડક ઉપરના ગુપ્ત સમ્રાટ સ્કન્દગુપ્તને સંસ્કૃત કવિતામાં રચાયેલા લેખ (ઈ.સ. ૪૫૬-૫૭) અલંકૃત પ્રશસ્તિકાવ્યના સુંદર નમૂના છે. આ બંને લેખ સંસ્કૃત સાહિત્યરચનાની વિકસિત પરંપરાના અસંદિગ્ધ પ્રતિનિવિઓ છે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં સુદી કાવ્યો અને નાટકા પણ શિલાલેખરૂપે કોતરાયેલાં મળે છે તથા આવી અનેક નાનીમેટી કૃતિઓ અભિલેખરૂપે સચવાયેલી છે. ભારતીય વિદ્યાવિષયક અંગ્રેજી સશોધન-સામયિક India Antiquary ( Vol. 42 )માં, મૂળ જમનમાંથી અનૂદિત થયેલી “Indian Inscriptions and the Antiquity of Indian Artificial Poetry'' એ શીર્ષીક નીચેની ડૉ. પ્યૂલરની લેખમાળામાં સંખ્યાબંધ સંસ્કૃત અભિલેખા પરત્વે આ પ્રકારનું વિશિષ્ટ પૃથક્કરણાત્મક અધ્યયન રજૂ કરવામાં આવ્યું છે. એમાં પૃ. ૧૮૮–૯૩ માં રુદ્રદામાના પ્રસ્તુત લેખને સાહિત્યશાસ્ત્રની દૃષ્ટિએ ઐતિહાસિક અભ્યાસ રજૂ થયા છે. ઈસવી સનની બીજી સદીના ઉત્તરાર્ધમાં આ પ્રકારની અલંકૃત કાવ્યરચનાના વિશિષ્ટ વિકાસ થયા હતા એમ ડૉ. ન્યૂલર માને છે. રુદ્રદામાના આ લેખની ગદ્યશૈલી હરિષેના ચેાથી સદીના પ્રશસ્તિ-લેખના ગદ્યભાગની શૈલીને અનેક રીતે મળતી આવે છે. સુદર્શન સરોવરના બાંધકામ વિશેના આ લેખમાં શબ્દાલ કારા-અને એમાંયે અનુપ્રાસ-નું બાહુલ્ય ધ્યાન ખેંચે છે; ચમકના ઉપયોગ પણ છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉપ્રેક્ષા, અતિશયેાક્તિ, પર્રિકર આદિ છે. લાંબા સમાસનું અહીં બાહુલ્ય છે, જે અલંકૃત ગદ્યશૈલીનું એક લક્ષણ ગણાય છે.
સુદર્શન સરેવરના ખીન્ન છાંદ્વાર વિશેને સ્કંદગુપ્તના લેખ વિવિધ છંદામાં છે. એના પૂર્વાર્ધને “સુશન-તટાક-સંરકાર-ગ્રંથરચના'' કહેલ છે