Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૨૪]
સૌંચ કાલથી ગુપ્તકાલ
[v.
પેાતે પરાજિત થયા એની યાદગીરીમાં ભૂત ભરુકચ્છની ઉત્તરે બાર યાજન દૂર ‘‘ભૂતતડાગ” નામે તળાવ બાંધ્યું હતું. એવી અનુશ્રુતિ નાધાઈ છે. આ પ્રકારની લેકવાર્તાઓ કુત્રિકાપણના વૃત્તાંત સાથે વણાઈ ગઈ છે એ વસ્તુ બતાવે છે કે પુત્રિકાપણ જ્યારે ભૂતકાળની વસ્તુ બની ગઈ હશે ત્યારે પણ લેાકમાનસે એની સ્મૃતિ કેવી રીતે સ ંઘરી રાખી હતી. ઉજ્જિયેતીની વાણિજ્યિક સમૃદ્ધિ અને ભરુકચ્છને! એ સાથેના ગાઢ સપ પણ એમાંથી ફલિત થાય છે, ૧૩
પ્રાચીન કાળનાં અન્ય બંદરાની જેમ ભરૂચ બંદરે પણ ગુલામેાના વેપાર ચાલતા હશે. યુધિષ્ઠિરના રાજય પ્રસંગે આવેલી ભેટામાં, ભરુકચ્છવાસીએ દાસીએ લાવ્યા હતા એમ ‘મહાભારત’ની એક પાડપર પરામાં છે.૧૪ ભરુકચ્છમાં આવેલા એક પરદેશી વેપારીએ કપરી શ્રાવકપણું ધારણ કરીને કેટલીક રૂપવતી સાધ્વીબેને પેાતાના વહાણ ઉપર ખેલાવી એમનું હરણ કર્યું હતું .૧૫ ગિરિનગર -જૂનાગઢની ત્રણ નવપ્રસૂતા સ્ત્રીએ ઉજ્જય ત ઉપર ગઈ હતી ત્યારે ચારા એમનું હરણ કરી ગયા હતા અને પારસફૂલ-ઈરાની અખાતના કિનારા ઉપર એમને વેચી દીધી હતી, એવુ પણ એક પ્રાચીત કથાનક છે.૧૬ ગિરિનગર પાસેનાં જલપત્તના પૈકી પ્રભાસ અથવા એના વેલાકુલ-બંદર (વેરાવળ)થી ઇરાની અખાત સુધી વહેવાર ચલતે! હશે. “રાજપ્રક્ષા'', સ્ ૮૩માં જુદા જુદા દેશેમાંથી આવેલી દાસીએની યાદી આપી છે તેમાંથી પણ જગતભરમાં વ્યાપેલા ગુલામેાના વેપારનું સૂચન થાય છે.૧૬અ
પરદેશથી ધાન્યભરેલાં વહાણુ આવતાં સાપારામાં એક વાર દુભિક્ષના સુભિક્ષ થયા હતા, અર્થાત્ પરદેશથી ધાન્યની આયાત પણ થતી હતી. વેપારીએની શ્રેણી કે મહાજન (Trade Guild) વિશે પણ કેટલીક માહિતી મળે છે. ‘‘નિશીથાણુ’’(આશરે ઈ. સ.ના સાતમા સૈકા)માં નાંધાયેલી એક અનુશ્રુતિ પ્રમાણે સેપારામાં વેપારીએનાં પાંચસા કુટુંબે હતાં. એમને કર માફ થયેલા હતા, પણ ત્યાંના રાજાએ મંત્રીના કહેવાથી એમની પાસે કર માગ્યા, પરંતુ “એમ કરવાથી પુત્રપાત્રાદિએ પણ કર આપવા પડશે' એમ સમજીને વેપારીએએ ના પાડી. રાજાએ કહ્યું કે કર ન આપવા હોય તેા અગ્નિપ્રવેશ કરાઇ. આથી પાંચસેા વણિક પેાતાની સ્ત્રીએ સાથે અગ્નિપ્રવેશ કરીને મરણ પામ્યા. આ વણિકોએ અગાઉ સેાપારામાં પેાતાનું એક સભાગૃહ કરાવ્યું હતું. તેમાં પાચસો સાલભંજિકા હતી. પાંચસા પૂતળીઓવાળુ સભાગૃહ એ દૃષ્ટિએ નેધપાત્ર હશે અને એ બધાવનાર્ મહાજનની પણ સમૃદ્ધિ સૂચવે છે. માફ કરેલા કર રાજાએ લેવા ધાર્યા . એ સામે વિરોધ કરતા બધા વેપારીએ મરણ પામ્યા, એ વસ્તુ પણ પ્રાચીન શ્રેણીઓના