Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૨૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
પરાજય કરીને એને મારી નાખ્યો. વાસ્તવિક સામાજિક સ્થિતિ આ કથાઓમાં નિરૂપણ પામી હોય એવો સંભવ છે. પ્રાચીન ભારત અને ગુજરાતમાં મલ્લવિદ્યાના ઇતિહાસ માટે આ ઉલ્લેખ અગત્યના છે, કેમકે હરિવંશ, ભાગવત આદિમાં કૃષ્ણ બલરામના તથા કંસના ચરિત્રપ્રસંગમાં તથા મહાભારત આદિમાં દુર્યોધન, ભીમ આદિના ચરિત્રપ્રસંગમાં આવતા મલ અને મલ્લયુદ્ધના નિર્દેશ બાદ કરીએ તે, એ પ્રકારના ઉલ્લેખો કે કથાનો પ્રાચીન સાહિત્યમાં વિરલ છે. ગુજર-દેશમાં મલ્લવિદ્યાની પરંપરા ઘણી પ્રાચીન છે અને ગુજરાતના જ્યેષ્ઠીમલ્લ બ્રાહ્મણોમાં કંસ રાજાના બ્રાહ્મણ મલ્લેની પરિપાટીનું સાતત્ય જેવું વધુ પડતું નથી.’
આપણુ અભ્યાસપાત્ર કાલખંડમાં ખેતીની જમીનની માલિકી ખેડૂતોની વ્યક્તિગત હશે અને રાજ્યની માલિકી નકામી અને પડતર જમીન પૂરતી હશે એમ જણાય છે. એ સમયે ગુજરાતને મુખ્ય વ્યવસાય ખેતી હતી, અને ખેતીના વિકાસ પ્રત્યે રાજ્ય તરફથી પૂરતું ધ્યાન અપાતું હશે. સુદર્શન સરોવરનું બાંધકામ, એમાંથી કાઢેલી નહેર, એનો બંધ તૂટી જતાં પ્રજામાં વહેંલે હાહાકાર અને રાજ્યના ઉચ્ચાધિકારીઓ દ્વારા રાજ્યને ખર્ચ થયેલું એનું સમારકામ-એ બધી વિગતોથી એનું સમર્થન થાય છે. ૯
ગુજરાતની પ્રજા, લાંબા સમુદ્રકિનારાને કારણે, પ્રાચીન કાળથી જ વેપારવણજમાં મોખરે હતી. ગ્રીક લખાણવાળા અને સિકંદરના અનુયાયી રાજા અપલદત અને મિનેન્દ્રની છાપવાળા સિક્કાઓનું ચલણ બારિગાઝા(ભરૂચ)માં છે તેમજ દેશી ચલણના બદલામાં જેના ઉપર સારો વરાવ મળે છે તેવા સોના-ચાંદીના સિક્કા ત્યાં ઊતરે છે, એ પ્રકારના પેરિપ્લસના લેખકે એ ગ્રંથમાં કરેલા ઉલ્લેખોથી સુચિત થાય છે કે ક્ષત્રપકાલના આરંભમાં વિદેશો સાથે, ખાસ કરીને ગ્રીસ અને રેમ સાથે, ગુજરાતને બહોળો વેપાર ચાલતો હતો.૧૦ ભરુકચ્છને રાજા નોવાહન (નહપાન) કેશસમૃદ્ધ હતા એવી સ્પષ્ટ નોંધ આગમ સાહિત્યમાં છે. ભરૂચ બંદર પ્રાફ-ક્ષત્રપ કાલમાં પણ સંભવે છે; જે કે એની ખરી જાહોજલાલી ક્ષત્રપકલમાં જોવા મળે છે. ભરૂચ ઉપરાંત સોપારક-સોપારા દરિયાઈ વેપારનું મોટું કેંદ્ર હતું. આ સિવાય દ્વારકા, માંગરોળ, પ્રભાસ, ગોપનાથ, હાથબ, વલભી, ઘેઘા, નગરા વગેરે સમુદ્રતટે કે સમુદ્રની નજીક આવેલાં સ્થાને વેપારનાં કેંદ્રો તરીકે સુસ્થાપિત થયાં હતાં એમ જણાય છે. જૈન આગમ સાહિત્યમાં કેટલેક સ્થળે ભરુકચ્છને દ્રોણમુખ” કહ્યું છે. જલ અને સ્થલ એમ બંને માર્ગે જ્યાં વેપાર માટે જઈ શકાય તે દ્રોણમુખ; એના ઉદાહરણ તરીકે ભરક૭ અને તામ્રલિપ્તિનાં નામ આપવામાં આવ્યાં છે. વેપારનું કેંદ્ર હોય તેવા નગરને “પત્તન” પણ કહેવામાં આવતું. “પત્તન” બે