Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રર૦] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. તૂલિકા” નામે વસ્ત્ર, તથા દકુલ, ચીનાંશુક કૌશલ, કસવર્ધન (?) આદિ વસ્ત્રોનાં નામ એમાં છે. ખાનપાનની વિવિધ વાનગીઓના ઉલ્લેખ આ બે તેમજ અન્ય પ્રાચીન ગ્રંથોમાં છે, પણ એ ઉપરથી કેઈ સળંગ ચિત્ર ઉપસાવી શકાતું નથી. અલબત્ત, પરાગમ પ્રા. ઘોરામ)-પાકશાસ્ત્રને લગતો એક મહત્ત્વનો ઉલ્લેખ “વસુદેવ-હિંડીમાં છે, જે બતાવે છે કે પાકશાસ્ત્ર પણ રીતસર અધ્યયનને પાત્ર ગણાતા વિષયોમાં એક હતો. ૩
જૂના કાળથી સ્વીકારાયેલાં સેનાનાં ચાર અંગ-હાથી, અશ્વ, પદાતિ અને રથ આ સમયે પણ ચાલુ હશે. લડવાનું કામ મોટે ભાગે ક્ષત્રિય કરતા, પણ યુદ્ધકલાના આચાર્યોમાં પૂર્વ પરંપરાનુસાર બ્રાહ્મણ પણ હશે. ક્ષત્રિય–શ્રેણિઓની વાત કરતાં “અર્થશાસ્ત્ર” નેધે છે કે કાજ સુરાષ્ટ્ર આદિની ક્ષત્રિય-શ્રેણિઓ ખેતી–વેપાર અને શત્રથી આજીવિકા મેળવે છે જોગ-સુરાષ્ટ્ર-ક્ષત્રિય-બ્રખ્યા વાર્તાસ્ત્રોની વિન: ૧૧, ૧, ૪) ઠેઠ મૌર્યકાલમાં સુરાષ્ટ્રના શોપજીવી વર્ગ વિશેની માહિતી-જે વર્ગ શાંતિના સમયમાં વાર્તા-ખેતી અને તત્સંબદ્ધ વ્યવસાયમાં વ્યાકૃત રહેતો હશે અને જરૂર પડ્યે હથિયાર ઉપાડીને લડવા જતો હશે- સૂચક છે. વળી “અર્થશાસ્ત્રના ઉલ્લેખ અનુસાર, સુરાષ્ટ્રનાં જંગલોમાં હાથીઓ થતા હતા અને એ કલિંગ, અંગ, કરુપ આદિ પ્રદેશના હાથીઓ કરતાં નાના કદના હતા. આ હાથીઓને જંગલમાંથી પકડી પરીને ગજદળમાં રખાતા હશે એમ માનવું ઉચિત છે.
ગિરનારની તળેટીમાંના મહાક્ષત્રપ રુદ્રદામાના લેખની તેરમી પંક્તિમાં તુરંગ ગજ-રથચર્યાને, “અસિ-ચર્મ”( તલવાર અને ઢાલ)ની અને “નિયુધ” -સંભવતઃ કુસ્તી-ને ઉલ્લેખ છે, એ તકાલીન સંરક્ષણ-વ્યવસ્થા અને લશ્કરી તાલીમની દષ્ટિએ નોંધપાત્ર છે.
શસ્ત્રવિદ્યા અને યુદ્ધક્ષા વ્યવસ્થિત અધ્યયનને વિષય હોઈ બાણ, અસ્ત્ર, શસ્ત્ર અને રથચર્યાના શિક્ષણમાં કુશળ આચાર્યો વિશે ઉલ્લેખ “વસુદેવ-હિંડી''ની કથાઓમાં મળે છે. વળી એ શિક્ષણની પરિપાટી વિશે પણ કેટલીક વાત છે. એમાંના અગડદા નામે પાત્ર આચાર્ય પાસે બાણવિદ્યા અને શસ્ત્રવિદ્યા શીખવાને પ્રારંભ કર્યો. પછી “શલાકા કાકી, પાંચ પ્રકારની મુષ્ટિ શી, પુનાગને છે કે, મુખ્રિબંધ શીખે, લક્ષ્યવેધી અને દઢ પ્રહાર કરવાની શક્તિવાળે બ, છૂટાં ફેંકવાનાં અને યંત્રથી ફેંકવાનાં એમ બે પ્રકારનાં બાણ અને અસ્ત્રમાં નિષ્ણાત થ, અને અન્ય પ્રકારનાં તરુપતન, છેદ્ય, ભેદ્ય અને યંત્રવિધાનોને પારગામી થા.” “વસુદેવ-હિંડીનું મુખ્ય કથાનક જેમની આત્મકથારૂપે રજૂ થયું છે તે