Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦ મું]
રાજ્યતંત્ર
[૨૦૯
ગુપ્તકાલમાં આનર્ત અને સુરાષ્ટ્રના અલગ વહીવટી વિભાગ પાડવામાં આવ્યા લાગે છે. ગુપ્ત–સામ્રાજ્યમાં પશ્ચિમ દિશામાં આવેલ સુરાષ્ટ્ર પ્રદેશ મહત્ત્વનું સ્થાન ધરાવતો.૯૦
અહીં “દેશ” એ “રાષ્ટ્રના અર્થમાં હોવો સંભવે. ગુપ્ત સામ્રાજ્યના પૂર્વ ભાગમાં મોટો વહીવટી વિભાગ “મુક્તિ” કહેવાતો ને એના વડા અધિકારીને “ઉપરિક” કહેતા. ૯૧ સુરાષ્ટ્ર એ ભક્તિ કરતાં મેટ વિભાગ હોય તો એના ગોપ્તાને “રાષ્ટ્રિય કે રાષ્ટ્રપાલ' કહેતા હશે. સુરાષ્ટ્રમાં તથા ગુજરાતના બીજા વિભાગોમાં ભક્તિ, વિષય, આહાર, પથક દયાદિ પેટા-વિભાગો હશે, પરંતુ એના કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી, એવી રીતે રાષ્ટ્રિયની નીચે ઉપરિક, કુમારામાત્ય, વિષયપતિ ઈત્યાદિ અન્ય અધિકારીઓ પણ હશે એ સ્પષ્ટ છે. ૯૨
સુરાષ્ટ્રનું વડું મથક ગિરિનગર હતું ને એ નગરના વહીવટ માટે એના ગોપ્તાએ પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતની નિમણૂક કરી હતી.૯૩ આ પરથી નગરપાલકની નિયુક્તિ દેશનો ગોપ્તા કરતો હોવાનું માલૂમ પડે છે.
ગિરિનગરના સુદર્શન તળાવને સેતુ તૂટી જતાં, નગરપાલિકે પ્રજાના, રાજાના તથા ગોપ્તાના હિત અર્થે એ સેતુને પુનઃ બંધાવી સુદર્શન તળાવ સમરાવ્યું હતું.૯૪ આ પરથી ગુપ્તકાલમાં આવા પૂર્ત કાર્યની જવાબદારી રાષ્ટ્રના નહિ, પણ નગરના અધિકારીને શિરે રહેતી હોવાનું માલુમ પડે છે.
ગુજરાતમાં ગુપ્તકાલના અન્ય અભિલેખ મળ્યા ન હોઈ એ સમયના પ્રાદેશિક રાજ્યતંત્ર વિશે સીધી વિશેષ માહિતી ઉપલબ્ધ નથી, છતાં ગુપ્ત સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ સ્થપાયેલા મૈત્રક રાજ્યનાં તામ્રશાસનોમાંથી એ કાલના રાજ્યતંત્રની જે વિપુલ રૂપરેખા જાણવા મળે છે, તેની ઘણું ભૂમિકા અહીં ગુપ્તકાલ દરમ્યાન પ્રવર્તી હશે એ સ્પષ્ટ છે.
ઈ-૨-૧૪