Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦૧]
*
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
માટે એની પતિ તરીકે વરણી કરી હોવાનો ૬૧ તથા એણે પોતે “મહાક્ષત્રપ” પદ પ્રાપ્ત કર્યું હોવાનો કે ૨ ઉલ્લેખ આવે છે. આ પ્રશસ્તિમાં પોતાના પુરપાર્થની ગુણવત્તા તેમજ પ્રજાની પસંદગીનો અવનિ રહેલું છે, પરંતુ વાસ્તવમાં તે લાયક ઉત્તરાધિકારીને ક્ષત્રપ” તથા “મહાક્ષત્રપ' તરીકેનો અધિકાર, ઉપર જણાવ્યા મુજબ, કુલપરંપરાગત ક્રમે પ્રાપ્ત થતા લાગે છે.
મહાક્ષત્રપ રુદ્રદામાની પ્રશસ્તિ પરથી એ સમયે રાજામાં આવા ગુણો અપેક્ષિત હોવાનું માલુમ પડે છે: દેહસૈદ્ધવ, સ્વર, ગતિ, વર્ણ, સારસન્દ આદિ પરમલક્ષણવ્યંજન ધરાવતો કાંત દેહ, સામે આવેલા શત્રુઓ સાથે યુદ્ધ અને શરણે આવેલા શત્રુઓ તરફ ક્ષમા, દસ્યુ, વ્યાલ, રોગ, ઈત્યાદિને નગર નિગમ તથા જનપદને અનુપદ્રવ, સર્વ પ્રજાને અનુરાગ, ગર્વિષ્ઠ પ્રતિસ્પધીઓનું ઉસાદન, પદભ્રષ્ટ રાજાઓનું પ્રતિષ્ઠાન, ધર્માનુરાગની અભિવૃદ્ધિ, શબ્દ અર્થ–ગાંધર્વ–ન્યાય આદિ મહાવિદ્યાઓનું પારણધારિણ-વિજ્ઞાન-પ્રયોગ વડે અધિશીલન, અશ્વ-ગજ-રથની ચર્ચામાં તેમજ અસિ-ચર્મ યાદિ આયુધોના ઉપયોગમાં નિપુણતા, પ્રતિદિન દાન તથા માન કરતા રહેવાની વૃત્તિ, યથાહે રીતે પ્રાપ્ત કરેલ બલિ-શુક-ભાગ વડે ભરપૂર કેશ, ઉત્તમ ગદ્ય-પદ્ય ૩ કાવ્ય રચવામાં પ્રવીણતા, અને ધર્મ તથા કીર્તિની અભિવૃદ્ધિ. પૂર્ત કાર્યો દ્વારા પણ રાજાના ધર્મ-કીર્તિની વૃદ્ધિ થતી. ૪
રાજાના સચિવોના બે પ્રકાર જણાવવામાં આવ્યા છે : અતિસચિવ (સલાહકાર સચિવ) અને કર્મસચિવ (કાર્યવાહક સચિવો. આ સચિવોમાં અમાત્યના ગુણો અપેક્ષિત હતા. ૧૫
મહાક્ષત્રપ રુદ્રદામાનું રાજ્ય વિશાળ હતું. એમાં પૂર્વાપર આકર-અવન્તિ, અનૂપદેશ, નીકૃત , આનર્ત, સુરાષ્ટ્ર, ધબ્ર, મર, કચ્છ, સિંધુ, સૈવીર, કુકુર, અપરાંત, નિષાદ આદિ વિષયો પ્રદેશ)નો સમાવેશ થતો. એના વહીવટી વિભાગોમાં આનર્તા–સુરાષ્ટ્રનો એક સંયુકત વિભાગ ગણાતો.૭ એમાં વિભાગને માટે કયું નામ પ્રજાતું અને એને વહીવટ કરનાર અધિકારીના હોદ્દા માટે કર્યું નામ પ્રચલિત હતું એ જાણવા મળતું નથી. સંભવતઃ એ વિભાગ “રાષ્ટ્ર” કહેવાતા હશે ને એનો અધિકારી “રાષ્ટ્રિય” તરીકે ઓળખાતું હશે. આનર્ત–સુરાષ્ટ્રના વડા અધિકારી માટે આ લેખમાં માત્ર “અમાત્ય” એ સામાન્ય શબ્દ પ્રયોજાયે છે. એ સમસ્ત આનર્ત–સુરાષ્ટ્ર દેશના પાલન માટે નિમાયો હતો. કુલ રુદ્રદામાના રાજયના પ્રદેશોની યાદીમાં ધબ (સાબરકાંઠા ) અને કચ્છને આનર્ત–સુરાષ્ટ્રથી અલગ ગણાવ્યા હેઈ, આ વિભાગમાં એ બે પ્રદેશોનો સમાવેશ નહિ થતા હોય. એ વિભાગે માટે જુદા અધિકારી નિમાતા હશે.