Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૯
ગુપ્તકાલ
મગધમાં ચંદ્રગુપ્ત ૧ લાના સમયમાં ગુપ્ત રાજ્યના અભ્યુદય શરૂ થયા. પરાક્રમાંક સમુદ્રગુપ્તે આર્યાવર્ત તથા દક્ષિણાપથનાં અનેક રાજ્યા પર પેાતાની આણ પ્રવર્તાવી. સમુદ્રગુપ્તના અલ્હાબાદ શિલારસ્ત ંભ લેખમાં ગુપ્ત-શાસન અંગીકાર કરનારાઓમાં શક-મુરુડાના સમાવેશ કરવામાં આવ્યા છે એ ઉલ્લેખ પશ્ચિમ ભારતના ક્ષત્રપરાજાને લાગુ પડતા હોય એવા સભવ ખરી. સમુદ્રગુપ્ત(લગભગ ઈ.સ. ૩૩૦–૭૦)ના સમયમાં તે આ ક્ષત્રપ રાજાએ પુન: “મહાક્ષત્રપ’” બિરુદ ધારણ કરતા થયા, એટલું જ નહિ, એ ઉપરાંત “સ્વામી” એવુ વધારાનું બિરુદ પણ ધારણ કરતારે એ હકીકત એ સ ંભવને સમર્થન આપે છે, કેમકે “મુરુડ” એ “રવામી' અર્થ ધરાવતા રાક ભાષાના શબ્દ છે.
ગુપ્ત-વશમાં સમુદ્રગુપ્તના અધિકાર એના મોટા પુત્ર રામગુપ્તને મળ્યા લાગે છે. ૪ કાઈ શક રાજાએ રામગુપ્તના પરાભવ કરી એની પત્નીની માગણી કરી, પરંતુ રામગુપ્તના નાના ભાઈ ચંદ્રગુપ્તે સ્ત્રીવેશે શત્રુની છાવણીમાં જઈ એને મારી નાખ્યા, એવી અનુશ્રુતિ છે. આ શક રાજા તે પશ્ચિમ ભારતના ક્ષત્રપ રાજા હેાવા ભાગ્યેજ સભવે છે.પ
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ઈ. સ. ૪૦૧ ના અરસામાં માળવા જીત્યુ અને એ પ્રદેશ માટે ક્ષત્રપ સિક્કાઓના જેવા ચાંદીના સિક્કા પડાવ્યા ત્યારે પશ્ચિમ માળવામાં પ્રાયઃ વિશ્વવર્મા નામે સામત રાજાની સત્તા પ્રવતેલી હતી,૭ જ્યારે ગુજરાતમાં શવ ભટ્ટારકનું શાસન હતું.૮ એના સિક્કા પરના ત્રિશૂલ-ચિહ્નમાં આગળ જતાં નાનું પરશુ ઉમેરાયુ એ પ્રાયઃ પરમભાગવત ગુપ્તાની અસર સૂચવે છે.
૪-૨-૧૩
૧૯૩