Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯મું]
ગુપ્તકાલ
[૧૯૫
કુમારગુપ્તના સમયમાં ચાંદીના સિક્કા ઉત્તર પ્રદેશમાં પણ પ્રચલિત થયા, પરંતુ એમાં મયૂરનું ચિહ્ન અને છંદબદ્ધ લખાણ હોય છે. ૧૭
કુમારગુપ્ત 1 લાના સમયમાં સૈરાષ્ટ્રનું વડું મથક ગિરિનગરમાં ચાલુ રહ્યું લાગે છે, પરંતુ એ સમયમાં નિમાયેલા આ પ્રદેશના ગોપ્તા (રાજ્યપાલ) કે ગેખાઓ વિશે કંઈ માહિતી મળતી નથી. કુમારગુપ્તના લાંબા શાસનકાળ દરમ્યાન અહીં એના સંખ્યાબંધ સિક્કા પ્રચલિત થયા, એ એના રાજ્યકાલનાં સંગીન સ્મારક ગણાય.
કંદગુપ્ત ક્રમાદિત્ય
- કુમારગુપ્તના રાજ્યકાલના અંતિમ ભાગમાં શત્રુઓના ઉપદ્રવને લઈને ગુપ્તસામ્રાજ્ય ક્યમાં મુકાયું ત્યારે રાજપુત્ર કંદગુપતે પોતાના બાહુબળ વડે શત્રુઓને પરાભવ કરી એને સમુદ્ધાર કર્યો. ૧૮ એવામાં કુમારગુપ્ત મૃત્યુ પામતાં રાજ્યસત્તા સ્કંદગુપ્ત ધારણ કરી (ઈ. સ. ૪૫૫).
સ્કંદગુપ્ત ઘણા પ્રતાપ હતો. એના પરાક્રમને યશ શત્રુઓ પણ ગાતા. શત્રુઓને વશ કરી એણે સર્વ પ્રદેશમાં ગોપ્તાઓની નિમણૂક કરી હતી. નિખિલ સુરાષ્ટ્રના શાસન તથા પાલન માટે એણે પર્ણદત્ત નામે ગુણસંપન્ન તથા સમર્થ ગોપ્તાની નિમણૂક કરી હતી. પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો હતો. ૧૯
ગુ. સં. ૧૩૬ (ઈ. સ. ૪૫૫)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં ગિરિનગરના સુદર્શન તળાવનો સેતુ (બંધ) તૂટી ગયો, નદીઓનાં નીર સમુદ્રમાં ઠલવાઈ ગયાં ને ખાલીખમ થઈ ગયેલું સુદર્શન દુર્દશન બની ગયું.
પ્રજાજનો સર્વતઃ “હવે શું કરીશું ?” એ ચિંતાથી વિહવલ થતાં, ચક્રપાલિત એ સેતુ સમરાવવો શરૂ કર્યો અને ગુ. સં ૧૩૭(ઈ. સ. ૪૫૬)ના ગ્રીષ્મમાં તે સુદર્શન તૈયાર થઈ ગયું. ૨૦
ગુ. સં. ૧૩૮(ઈ. સ. ૪૫૭-૫૮)માં પરમ ભાગવત ચક્રપાલિતે ત્યાં ઘણું દ્રવ્ય ખર્ચાને લાંબા સમયમાં ચક્રધારી વિષ્ણુનું ઉત્તમ મંદિર બંધાવ્યું, જે ગિરિ ઊર્જત ( ગિરનાર )ની સાથે ઉપસ્થિત થઈને જાણે નગરના શિર પર પ્રભુત્વ કરતું હોય તેવું દેખાતું.૨૧
કંદગુપ્તના ચાંદીના સિકકા (આકૃતિ ઉ૫) પશ્ચિમ ભારતમાં ઘણું મળે છે. આ સિક્કા ત્રણ પ્રકારના છે : પહેલા પ્રકારના સિક્કા કુમારગુપ્તના પહેલા પ્રકારના