Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦ મું ]
( ૨૦૧
“અર્થશાસ્ત્રમાં કુમાર અને રાષ્ટ્રપાલને પગાર સરખો જણાવવામાં આવ્યો છે. વળી અશકને રાષ્ટ્રિય યવનરાજ હતો. તદુપરાંત, અવંતિને પ્રદેશ પણ “રાષ્ટ્ર ગણાત, આથી ગુજરાતને રાષ્ટ્રિય ઉજનના કુમારની નીચે હેવાનું ભાગ્યેજ સંભવે.
સૌરાષ્ટ્રમાં અશકના સમયમાં સ્થાનિક રાજા હોવાનો ઉલ્લેખ આવે છે, એ પરથી ત્યાંને સાષ્ટ્રિય પ્રાંતીય સૂબા કરતાં સામ્રાજ્યના હાઈ–કમિશનર જેવો હોવાનું ધારવામાં આવ્યું છે. ૧૦
સૌરાષ્ટ્રના ગિરિનગરમાં રહી જે રાષ્ટ્રિય વહીવટ કરતો હતો તેનું અધિકારક્ષેત્ર કેટલું વિસ્તૃત હતું એ વિશે કંઈ સ્પષ્ટ ઉલ્લેખ ઉપલબ્ધ નથી. એ ક્ષેત્ર સમસ્ત અપરાંતને ભાગ્યે જ આવરી લેતું હશેપરંતુ એમાં સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનેય સમાવેશ થતો હશે કે કેમ એ નક્કી કરવું મુશ્કેલ છે. એની દક્ષિણે શપરક(સોપારા ની આસપાસના પ્રદેશ માટે
દે વહીવટી વિભાગ હશે એ સ્પષ્ટ છે.૧ ૧ ક્ષત્રપાલની જેમ મૌર્યકાલમાં પણ આનર્ત–સુરાષ્ટ્રને એક સંયુક્ત વહીવટી વિભાગ હેવો સંભવે છે. “પ્રિય” પરથી આ વહીવટી વિભાગ “રાષ્ટ્ર” ગણતા હોવાનું ફલિત થાય છે.
અશોકના ત્રીજા શિલ-લેખમાં યુતયુક્ત), રાજુક(રજજુક) અને પ્રાદેસિક (પ્રાદેશિક ) નામે ઉચ્ચ અધિકારીઓને એ ઉલ્લેખ આવે છે કે એના સમસ્ત રોજમાં તેઓએ પોચ પાંચ વર્ષ ચાલુ પ્રવાસમાં રહેવાનું અપેક્ષિત હતું. ૧૨ એમાં રજજુને તો બહુ લાખ જન વિશે નીમવામાં આવતા ને તેઓને જાનપદ જનના હિતસુખનું ધ્યાન રાખવા માન અને દંડની બાબતમાં સ્વતંત્રતા આપવામાં આવતી. ૧૩ આ પરથી “રજજુક” પણ “રાષ્ટ્રિય” જેવા પ્રાંતીય સૂબેદાર હોવાનું માલૂમ પડે છે ૧૪ “પ્રાદેશિક” એ “પ્રદેશ”ને વહીવટ કરનાર અધિકારી લાગે છે. એને હાલના જિલ્લાના કલેકટર સાથે સરખાવી શકાય. ૧૫ “યુક્ત” એ સર્વ અધિકરણના ખજાનચી અધિકારી હોવાનું જણાય છે. ૧૬
સુરાષ્ટ્ર કે આનર્ત-સુરાષ્ટ્રના વહીવટી પેટા-વિભાગો વિશે કંઈ માહિતી મળતી નથી. એમાં ઉપર જણાવ્યા મુજબ “પ્રદેશ” નામે પેટા-વિભાગો હોવા સંભવે છે. “વિષય” અને “આહાર' જેવા પેટા-વિભાગે પણ હોવાનું ધારવામાં આવ્યું છે. ૧૭ પરંતુ એવા વિભાગે દરેક રાષ્ટ્રમાં હતા એવું સ્પષ્ટ થતું નથી.
મૌર્ય સામ્રાજ્યમાં આ ઉપરાંત બીજા અનેક પ્રકારના મહામાત્ર અને (રાજ)પુરુષ હતા, જેમાં અમાત્ય અને અધ્યક્ષે ખાસ ધપાત્ર છે.૧૯