Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૯૦ ]
સૌય કાલથી ગુપ્તકાલ
[ત્ર.
૪૧૫-૫૫)ના પૂર્વાધ દરમ્યાન એ વિજય પ્રાપ્ત કર્યાં હોય, એવું એના સિક્કાએની વિપુલ સંખ્યા પરથી સૂચિત થાય છે ૧૭ કદાચ શ ભટ્ટારક પછી એના એકાદ ઉત્તરાધિકારી પણ થયા હોય.
શવ ભટ્ટારકના સિક્કાઓની વિપુલ સ ંખ્યા તથા એના જુદા જુદા પ્રકાર જોતાં એના નામના સિક્કા એના રાજ્યકાલના અંત પછી પણ પડાવા ચાલુ રહ્યા હોય એમ લાગે છે. કેટલાક સિક્કાઓના પૃષ્ઠભાગ પરના ત્રિશૂલ--ચિહ્નના નાના હાથામાં એક નાનુ પરશુ (ક્રસી)નું પાનું ઉમેરવામાં આવ્યું છે, ૧૮ એ પ્રાયઃ પરમભાગવત ગુપ્ત સમ્રાટોની ધાત્મક અસરને લઈ ને હોય એવું ધારવામાં આવ્યુ છે. શવ ભટ્ટારકના સિક્કાના આ પ્રકાર પડાશના માલવદેશમાં પ્રવતેલા ગુપ્તશાસનને લઈને હશે કે પછી ગુજરાતમાં પ્રસરેલા ગુપ્ત-શાસનની સીધી અસરને લઈને હશે એ નક્કી કરવું મુશ્કેલ છે, પરંતુ ગુજરાતમાં મળેલા કુમારગુપ્તના ચાંદીના સિક્કાઓની વિપુલ સંખ્યા જોતાં ગુપ્ત—શાસન દરમ્યાન શ ભટ્ટારકના નામના સિક્કા પડાવા ચાલુ રહ્યા હોય એ ભાગ્યેજ સ ંભવિત છે. આથી ભાગવત ધની અસર રાવ ભટ્ટારકના રાજ્યકાલના ઉત્તર ભાગમાં કે એના અનુગામીના રાજ્યકાલ દરમ્યાન પડેાશના પ્રદેશમાં પ્રવર્તતા ગુપ્ત-શાસન પરથી થઈ હોય એ વિશેષ સભવે છે.
ગુપ્ત-શાસનના અંત પછી ગુજરાતમાં શરૂ થયેલ મૈત્રક વંશના રાજ્યમાં વળી પાછા શવ ભટ્ટારકના નામવાળા સિક્કા પડાયા કર્યા લાગે છે૧૯ ને એ પરથી શવ ભટ્ટારક એ પરમમાહેશ્વર મૈત્રક રાજાઓને દૂરના પૂર્વજ હાવા સંભવે છે એવું ધારવામાં આવ્યું છે.૨૦ આ સૂચન અનુસાર શ ભટ્ટારક મૈત્રક કુલના હાય અને એ અનુસાર લકુલીશના શિષ્ય મિત્રના વશજર૧ હોવા સંભવે તેમજ એના વંશની રાજસત્તા ગુપ્ત શાસનનાં પાંત્રીસેક વર્ષ લુપ્ત રહી સેનાપતિ ભટ્ટાક ના સમયમાં પુનઃ સ્થાપિત થઈ હોવા સંભવે.