SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] સૌય કાલથી ગુપ્તકાલ [ત્ર. ૪૧૫-૫૫)ના પૂર્વાધ દરમ્યાન એ વિજય પ્રાપ્ત કર્યાં હોય, એવું એના સિક્કાએની વિપુલ સંખ્યા પરથી સૂચિત થાય છે ૧૭ કદાચ શ ભટ્ટારક પછી એના એકાદ ઉત્તરાધિકારી પણ થયા હોય. શવ ભટ્ટારકના સિક્કાઓની વિપુલ સ ંખ્યા તથા એના જુદા જુદા પ્રકાર જોતાં એના નામના સિક્કા એના રાજ્યકાલના અંત પછી પણ પડાવા ચાલુ રહ્યા હોય એમ લાગે છે. કેટલાક સિક્કાઓના પૃષ્ઠભાગ પરના ત્રિશૂલ--ચિહ્નના નાના હાથામાં એક નાનુ પરશુ (ક્રસી)નું પાનું ઉમેરવામાં આવ્યું છે, ૧૮ એ પ્રાયઃ પરમભાગવત ગુપ્ત સમ્રાટોની ધાત્મક અસરને લઈ ને હોય એવું ધારવામાં આવ્યુ છે. શવ ભટ્ટારકના સિક્કાના આ પ્રકાર પડાશના માલવદેશમાં પ્રવતેલા ગુપ્તશાસનને લઈને હશે કે પછી ગુજરાતમાં પ્રસરેલા ગુપ્ત-શાસનની સીધી અસરને લઈને હશે એ નક્કી કરવું મુશ્કેલ છે, પરંતુ ગુજરાતમાં મળેલા કુમારગુપ્તના ચાંદીના સિક્કાઓની વિપુલ સંખ્યા જોતાં ગુપ્ત—શાસન દરમ્યાન શ ભટ્ટારકના નામના સિક્કા પડાવા ચાલુ રહ્યા હોય એ ભાગ્યેજ સ ંભવિત છે. આથી ભાગવત ધની અસર રાવ ભટ્ટારકના રાજ્યકાલના ઉત્તર ભાગમાં કે એના અનુગામીના રાજ્યકાલ દરમ્યાન પડેાશના પ્રદેશમાં પ્રવર્તતા ગુપ્ત-શાસન પરથી થઈ હોય એ વિશેષ સભવે છે. ગુપ્ત-શાસનના અંત પછી ગુજરાતમાં શરૂ થયેલ મૈત્રક વંશના રાજ્યમાં વળી પાછા શવ ભટ્ટારકના નામવાળા સિક્કા પડાયા કર્યા લાગે છે૧૯ ને એ પરથી શવ ભટ્ટારક એ પરમમાહેશ્વર મૈત્રક રાજાઓને દૂરના પૂર્વજ હાવા સંભવે છે એવું ધારવામાં આવ્યું છે.૨૦ આ સૂચન અનુસાર શ ભટ્ટારક મૈત્રક કુલના હાય અને એ અનુસાર લકુલીશના શિષ્ય મિત્રના વશજર૧ હોવા સંભવે તેમજ એના વંશની રાજસત્તા ગુપ્ત શાસનનાં પાંત્રીસેક વર્ષ લુપ્ત રહી સેનાપતિ ભટ્ટાક ના સમયમાં પુનઃ સ્થાપિત થઈ હોવા સંભવે.
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy