________________
શવ ભટ્ટારક
[૧૮૯
લખાણને આરંભ રાણી માત્રાથી થાય છે એ સ્પષ્ટત: ક્ષત્રપ રાજ્યના સિક્કાએની અસર સૂચવે છે, છતાં એ ક્ષત્રપોની જેમ પોતાના પિતા કે પુરોગામીનું નામ તથા સિક્કા પડાવ્યાનું વર્ષ આપતો નથી તેમ જ ક્ષત્રપ–સિકકા પરનું ચિહ્ન અપનાવતે નથી, આથી એ ક્ષત્રપ વંશને ન હોવાનું સ્પષ્ટ થાય છે. ક્ષત્રપસિક્કાઓનું અનુકરણ ધરાવતા ગુપ્ત સમ્રાટોના ચાંદીના સિકકાઓની તથા સૈફૂટક રાજાઓના સિક્કાઓની અધિક અસર ધરાવતા હોઈ આ રાજ ક્ષત્રપાલના અંતની નજીકમાં થયો હોવા સંભવે છે.
ક્ષત્રપોના રાજ્યનો અંત ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ઈ. સ. પાંચમી સદીના પહેલા દસકામાં આ એવું અગાઉ મનાતું એ હવે શંકાસ્પદ ગણાય છે અને ગુજરાતમાં ગુપ્ત-શાસન કુમારગુપ્ત : લાએ પ્રસાયું હોવાનું સંભવે છે. ૧૦ સાણંદ જિ. અમદાવાદ)માંથી મળેલા નિધિમાં ૯ સિક્કા છેલ્લા ક્ષત્રપોમાંના કઈ ક્ષત્રપ રાજાના, ૨૮૩ સિક્કા શર્વ ભટ્ટારકના અને ૧,૧૦૩ સિક્કા કુમારગુપ્ત 1 લાના મળ્યા છે.૧૧ એ પરથી સર્વ ભટારકનું સ્થાન ક્ષત્ર અને ગુતોની વચ્ચે હોવાનું સ્પષ્ટ થાય છે. ૧૨ એ અનુસાર શર્વ ભકારકે રાજ મહાક્ષત્રપ સ્વામી રદ્રસિંહ ૩ જાના રાજ્યના અંત (લગભગ ઈ. સ. ૭૯૮-૯૯) અને કુમારગુપ્ત ૧ લાઈ. સ. ૧પ-પપ)ની સત્તાના પ્રસારની વચ્ચે રાજ્ય કર્યું ગણાય. આ પદથી ક્ષત્રપ-સત્તાનો અંત શર્વ ભટ્ટારકે આ હેવો સંભવે છે. આ
ત્રિશુળના ચિહ્ન પરથી ભકારક શૈવ હોવાનું સ્પષ્ટ થાય છે. “શ” (= શિવ ) નામ પણ આ અનુમાનને ટેકો આપે છે.
| સર્વ ભકારક કયા કુલને હતો અને એણે ક્ષત્રપોને સ્થાને રાજસત્તા કેવી રીતે મેળવી હશે એ વિશે કંઈ માહિતી મળતી નથી. સૂચિત સમયાંકન અનુસાર એ ચંદ્રગુપ્ત-વિક્રમાદિત્યને સમકાલીન ગણાય. ચંદ્રગુપ્ત ઈ. સ. ૪૦૧ ના અરસામાં માળવા પર વિજય પ્રાપ્ત કરી ત્યાં પોતાની સત્તા પ્રસારી ૧૩ ત્યારે ત્યાં ક્ષત્રપની સત્તા પ્રાયઃ બેચાર દસકા અગાઉ લુપ્ત થઈ ગઈ હતી, ૧૪ જયારે ગુજરાતમાં ક્ષત્રપોને સ્થાને શર્વ ભટ્ટારકની સત્તા થોડા જ વખતમાં સ્થપાઈ લાગે છે. ચંદ્રગુપ્ત માળવા માટે ક્ષત્રપ-સિક્કાઓના જેવા ચાંદીના સિકકા પડાવ્યા. આ સિક્કા પશ્ચિમ ભારતમાં મળ્યા હોવાનું મોઘમ નોંધાયું છે ૧૫ પરંતુ ચંદ્રગુપ્તનું રાજ્ય ગુજરાતમાં પ્રસર્યું હોવા વિશે કઈ પષ્ટ પુરાવો મળ્યો નથી. ૧૬
શર્વ ભટ્ટારકે કયાં સુધી રાજ્ય કર્યું અને કુમારગુપ્ત ગુજરાત કયારે કર્યું એ નક્કી કરવું મુશ્કેલ છે. કુમારગુપતે પોતાના લાંબા રાજ્યકાલ (લગભગ ઈ. સ.