________________
પ્રકરણ ૮
શર્વ ભટ્ટારક
ગુજરાતમાં ક્ષત્રપ રાજાઓના શાસનનું છેલ્લું જ્ઞાત વર્ષ શિક વર્ષ ૩૨૦ (ઈ.સ. ૩૯૮-૯૯) જાણવા મળ્યું છે અને ગુજરાત પર મગધના ગુપ્ત સામ્રાજ્યની સત્તા કુમારગુપ્ત ૧ લાના રાજ્યકાલ (ઈ. સ. ૪૧૫-૪૫૫) દરમ્યાન પ્રસરી લાગે છે. આ અનુસાર ક્ષત્રપ સત્તાના અસ્ત અને ગુપ્ત સત્તાના પ્રસાર વચ્ચે ઓછામાં ઓછાં ૧૭ અને પ્રાયઃ એથી થોડાં વધારે વર્ષોને ગાળો રહેલે જણાય છે.
આ વચગાળા દરમ્યાન અહીં શર્વ ભટ્ટારક નામે રાજાનું રાજ્ય પ્રત્યે લાગે છે. આ રાજાના સિક્કા (આકૃતિ ૬૩) સમસ્ત ગુજરાતમાં મોટી સંખ્યામાં મળ્યા છે. એના પુરોભાગ પર રાજાનું ઉત્તરાંગ અને પૃષ્ઠભાગ પર ત્રિશૂળનું ચિહ્ન હોય છે. આ ચિહ્નની આસપાસ સિક્કા પડાવનાર રાજાને લગતું લખાણ હોય છે. આ લખાણના અક્ષરોને મરેડ સારી ઢબને ન હોઈ એના બધા અક્ષર સ્પષ્ટ અને સુનિશ્ચિત રીતે વાંચી શકાયા નથી, છતાં એના આરંભમાં રાગો મહાક્ષત્રપ અને અંતમાં શ્રીરામદાર (કે કવચિત્ શ્રીમદારસ કે મદારસ) હેવાનું લગભગ નિશ્ચિત છે. વચ્ચેના અક્ષરોને પાઠ હજી નિશ્ચિત થયો નથી.
આ ભટારકને અગાઉ વલભીના રાજવંશના સ્થાપક ભટાર્ક માનવામાં આવેલ અને એના સિકકાઓને વલભીના સિક્કાઓ તરીકે ઓળખવામાં આવેલા, પરંતુ “શર્વ ભટ્ટારકમાં “શર્વ” એ રાજાનું વિશેષ નામ લાગે છે અને “ભકારક” એ ખરી રીતે “સ્વામીને અર્થ ધરાવતું બિરુદ છેકિંતુ અહીં એ શર્વના અપર નામ જેવું, કદાચ “શ” કરતાંય વધુ લોકપ્રિય, હવા સંભવે છે, “રાજા” અને “મહાક્ષત્રપ” એ સ્પષ્ટતઃ શર્વ ભકારકનાં બિરુદ છે.
આ શવ ભકારક કોણ હતો અને એ કયારે થયો એ એક મહત્ત્વને પ્રશ્ન છે. એના નામવાળા સિક્કા ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ મળ્યા હોઈ એ રાજાની સત્તા આ પ્રદેશના ઘણે ભાગ પર પ્રવત જણાય છે. એના સિક્કા પરના
૧૮