Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મોર્યકાલથી ગુપ્તકાલ
[ v,
ભરૂચમાં અને ચાષ્ટનવંશીય રાજાઓના સમયમાં ઉજ્જૈનમાં ટંકશાળ હોવાને સંભવ રજૂ કરી શકાય, જ્યારે ક્ષત્રપ શાસનના અંતભાગમાં એમની સત્તા ગુજરાત પૂરતી મર્યાદિત રહી હોય ત્યારે પ્રાયઃ જૂનાગઢમાં ટંકશાળ હોવાની અટકળ થઈ શકે, પરંતુ ભરૂચમાંથી અને ઉજજનમાંથી હજી સુધી ક્ષત્રપ-સિકકાઓને કોઈ સંગ્રહ હાથ લાગ્યો નથી, જ્યારે જૂનાગઢમાંથી ચાર સંગ્રહો ઉપલબ્ધ થયા છે. વળી રુદ્રદામાને શૈલલેખ તેમજ બાવા-પ્યારા અને ઉપરકેટની બૌદ્ધ ગુફાઓ પણ જૂનાગઢમાં આવેલી હોઈ ક્ષત્રપોના સમયમાં જૂનાગઢનું વિશિષ્ટ સ્થાન હોવાનું ધ્યાનમાં લઈએ તે એવું અનુમાન તારવી શકાય કે ટંકશાળ પ્રાયઃ આરંભથી અંત સુધી જૂનાગઢમાં હશે, કેમકે જૂનાગઢ છેક સુધી ક્ષત્રપોના તાબામાં હતું. ૩
ક્ષત્રપ-સિક્કાઓની અસર
આકાર અને પદ્ધતિ જેમાં શ્રી સર્વને સિકકાઓ ક્ષત્રપોની અસર સૂચવે છે; પર્વતાદિને બદલે ત્રિશુળની આકૃતિ આપવા જેટલી માત્ર ફેરફાર છે. ગુમ રાજવીએના પશ્ચિમ ભારત માટે ખાસ તૈયાર કરાવેલા ચાંદીના સિક્કા ક્ષત્રપોના સિક્કાના સીધા અનુકરણવાળા છે. સૈફૂટક અને બોધિવંશના સિક્કાઓ પણ ક્ષત્રપ-સિક્કાએની અસર હેઠળ તૈયાર થયા હોવાનું જણાય છે.
સિક્કા-નિધિઓ
ક્ષત્રપ રાજાઓને આમ તો સંખ્યાબંધ સિકકાઓ પ્રાપ્ત થયા છે અને થતા જાય છે, પરંતુ છૂટાછવાયા પ્રાપ્ત સિક્કાઓ કરતાં એક જ વાસણમાં સંગૃહીત સિક્કાઓની ઉપગિતા વિશેષ છે. આ સિક્કાઓ “સંગ્રહ” અથવા “નિધિ” (hoard) તરીકે ઓળખાય છે. અત્યાર સુધીમાં એવા અઢારેક નિધિઓ પ્રાપ્ત થયા છે.
જેગલથંબી જિ. નાસિક, મહારાષ્ટ્ર)માં ચૌદથી પંદર હજાર જેટલા ચાંદીના સિક્કાઓને એક નિધિ બન્યો હતો, જેમાંથી ૧૩,૨૫૦ જેટલા બચેલા સિક્કા એચ. આર. ટને તપાસ માટે મળેલા. આમાં ૯,૨૭૦ સિક્કા લહરાત ક્ષત્રપ રાજા નહપાનના છે, જેના ઉપર સાતવાહન રાજા ગૌતમીપુત્રે પોતાની છાપ પડાવેલી છે, જ્યારે બાકીના સિક્કા ફેરછાપ ( counter-stamped) વિનાના છે!
ઉપરકેટ( જૂનાગઢ માં ૧૮૯૭માં લગભગ ૧,૨૦૦ જેટલા સિક્કા મળેલા, જેમાં રુદ્રસેન ૧ લાથી રૂકસેન ૩ જા (સંઘદામ, દામજદથી ૨ જા અને