Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[.
સિક્કાઓ પરથી એવું ફલિત થાય છે કે “મહાક્ષત્રપ' તરીકે રુદ્રસિંહ ૧ લા પછી એને ભત્રીજો જીવદામ અને એના પછી પિત્રાઈ ભાઈ રુદ્રસેન ૧ લે ઉત્તરાધિકાર પ્રાપ્ત કરે છે. આથી અનુમાની શકાય કે સત્યદામાં એના ક્ષત્રપકાળ દરમ્યાન મૃત્યુ પામ્યો હોવો જોઈએ. એ અપુત્ર અવસાન પામ્યા હોય એમ જણાય છે. જીવદામા
સત્યદામાના આ અનુજના માત્ર “મહાક્ષત્રપ' તરીકેના સિકકા મળ્યા છે. એના સિક્કાઓ પરનાં જ્ઞાત વર્ષ ૧૧૯ અને ૧૨૦ છે, પરંતુ અમરેલીમાંથી પ્રાપ્ત છવદામાના એક સિક્કા ઉપર વર્ષ ૧૦૦ નું વાચન ભગવાનલાલ ઇંદ્રજીએ અગાઉ કરેલું. એ પછી રેસને એવી શંકા ઉઠાવી કે કાંતે એકમ કે દશકના, કત બંને આંકડા નાશ પામી ગયા હોય; અર્થાત એમના મત મુજબ શતકના આંકડા પછી દશક કે એકમના આંકડા સંભવે. તદનુસાર રેસને અનુમાન્યું કે આ સિક્કા પરનું વર્ષ ૧૦૦થી ૧૦૩ વચ્ચેનું એકાદ હોવું જોઈએ. પણ હવે આ વાચને સ્વીકાર્ય નથી.૫૦
છવદામાના ‘ક્ષત્રપ' તરીકેના સિક્કાઓનો અભાવ એવું સૂચવે છે કે એ સીધે જ મહાક્ષત્રપપદે પહોંચ્યો હતો. એના કાકા રુદ્રસિંહના “મહાક્ષત્રપ” તરીકેના સિકકા પરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૧૧૯ છે અને જીવદામાનું પહેલું જ્ઞાત વર્ષ પણ ૧૧૯ છે, આથી સ્પષ્ટ થાય છે કે એ વર્ષ ૧૧૯ ના ઉત્તર ભાગમાં રુદ્રસિંહનો ઉત્તરાધિકારી બન્યા હોવો જોઈએ.૫૧ વર્ષ ૧૨૦ પછી એના સિક્કા મળતા નથી, પરંતુ એના અનુગામી અને ઉત્તરાધિકારી રુદ્રસેન ૧ લાનું શરૂઆતનું જ્ઞાત વર્ષ ૧૨૨ છે એ એના મૂલવાસરના શિલાલેખથી જણાય છે, આથી જીવદામાને શાસનકાળની ઉત્તરમર્યાદા વર્ષ ૧રર સુધી મૂકી શકાય. આમ એનો રાજ્યઅમલ ટૂંકે અને યશસ્વી કારકિર્દી વિનાનો જણાય છે. રુદ્રસેન ૧ લે
છવદામ પછી એના નાના કાકા રુદ્રસિંહ ૧ લાને મોટા પુત્ર રુદ્રસેન ૧ લે ગાદીપતિ બન્યો. એના ચાંદીના સિકકાઓ “ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ' ઊભા પ્રકારના છે. એના ક્ષેત્ર પકાલના સિક્કાઓ વર્ષ ૨૦ અને ૧૨૧ તેમજ સંભવતઃ વર્ષ ૧૨૨ ને મળ્યા છે, જ્યારે મહાક્ષત્રપાલના સિકકાઓ વર્ષ ૧૨૪ થી ૧૪૪ સુધીના, લગભગ પ્રત્યેક વર્ષનો, મળ્યા છે. એના સમયના પિટીનના થોડાક સિક્કાઓ નામ વિનાના મળ્યા છે, પરંતુ એના પર અંકિત વર્ષ ૧૩૧,