Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭મું]
પશ્ચિમી ક્ષત્ર
[૧૫૫
મળ્યા હોવાની હકીકત શંકાસ્પદ રહે છે. સંભવ છે કે પશ્ચિમ ભારતના પૂર્વ ભાગમાં આવેલા માળવામાંથી મળેલા સિકકાના સંદર્ભમાં એમણે આ ઉદાર નોંધ કરી હોય. કુમારગુપ્ત ૧ લાના ચાંદીના ઘણા સિક્કો અમદાવાદ જિલ્લામાંથી મળ્યા છે. આ નિધિમાંથી સમુદ્રગુપ્ત, કાચગુપ્ત અને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સોનાના સિક્કાઓની સાથે કુમારગુપ્તના સિક્કાઓ મળી આવ્યા છે. આ બાબતમાં પરમેશ્વરીલાલ ગુપ્ત એવું સૂચવે છે કે આ સિકકાઓ કુમારગુપ્ત ૧ લાના સમયમાં દાટવામાં આવ્યા હશે. ૧૦ અને તેથી કુમારગુપ્તના શાસન (ઈ.સ. ૪૧૫ થી ૪૫૫) દરમ્યાન જ સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપર ગુપ્તને અધિકાર પ્રત્યે હોય એ વિશેષ સંભવે છે; અર્થાત્ ઈસ. ૪૫ માં કે એ પછી જ ગુપ્ત-રાજ્યની સત્તા ગુજરાત ઉપર સ્થપાઈ હોવાનું ફલિત થાય છે.
માળવા અને રાજસ્થાન ઉપર ક્ષત્રપોની સત્તા ઈ. સ. ૩૭૯ સુધી હોવાનું અગાઉ ોંધ્યું. આ પ્રદેશ ઉપર કાબૂ આ સમયે જતો રહ્યો હોવા છતાંય ક્ષત્રપ ગુજરાતમાં તે સત્તાધીશ હતા એ તો એમના સિકકાઓથી નિશ્ચિત બને છે. ક્ષત્રપમાંના છેલ્લા જ્ઞાત રાજા રુદ્રસિંહ ૩ જાના એક સિક્કા પરની મિતિ ૩૨૦ હોવાનું જણાયું છે; આથી એમ કહી શકાય કે માળવા ગુમાવ્યા પછી પણ ગુજરાત ઉપર લગભગ ૨૦ વર્ષ સુધી એમની સત્તા ચાલુ રહી હતી.
આમ પશ્ચિમી ક્ષત્રપ–વંશની સત્તાને અંત (શક વર્ષ ર૦=ઈ. સ. ૩૯૮) અને ગુપ્ત સામ્રાજ્યની ગુજરાત પરની હકૂમતને આરંભ (ઈ. સ. ૪૧૫ પછી) એ બે બનાવો વચ્ચે ૧૬-૧૭ વર્ષને ગાળો રહે છે. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ગુપ્ત પહેલાં આ પ્રદેશ ઉપર આ ગાળા દરમ્યાન કેની સત્તા પ્રવર્તતી હશે.
સાણંદ ( જિ. અમદાવાદ ) માંથી ૧,૩૯૫ સિકકાઓને એક મોટો સંગ્રહ મળી આવ્યો છે, જેમાં ૯ સિકકા ક્ષત્રપોના, ૨૮૩ સિકકા શ્રી શર્વના અને ૧,૧૦૩ સિકકા કુમારગુપ્ત 1 લાના છે. ૧૦૩ આમાંથી અન્ય કોઈ ગુપ્ત રાજાના સિક્કા મળ્યા ન હોઈ શ્રી શર્વના સિકકાઓનું સ્થાન ક્ષત્ર અને કુમારગુપ્ત ૧ લાની વચ્ચે હોવાનું જણાય છે. ૦૪ શ્રી પર્વના સિકકાઓ અગાઉ મૈત્રક વંશના સેનાપતિ ભટાર્કના છે એમ સૂચવાયું હતું, પરંતુ હવે તે નિશ્ચિત થયું છે કે આ સિકકાઓ શર્વ ભટ્ટારકના છે, જે સેનાપતિ ભટાર્કથી ભિન્ન વ્યક્તિ હોવાનું જણાય છે. ૧૦૫ શ્રી શર્વના સિક્કાઓ એને “મહાક્ષત્રપ' તરીકે ઓળખાવે છે, આથી પરમેશ્વરલાલ ગુપ્ત માને છે તેમ આ શ્રી સર્વ ભટ્ટારક પશ્ચિમી