Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭મું]
પશ્ચિમી ક્ષત્ર
[૧૬૩
પરંતુ આ મંતવ્યો સાથે સહમત થવા પૂરતા પુરાવાના અભાવે, એને શ્રદ્ધેય ગણવા મુશ્કેલ છે. વળી સિંધ પ્રદેશ ઉપર પશ્ચિમી ક્ષેત્રની સત્તા કયારેય હતી નહિ.
૭૫. પ્રાયઃ આભીર રાજા ઈશ્વરદત્તનો “મહાક્ષત્રપ” તરીકે અમલ આ ગાળાના અંતભાગ દરમ્યાન થયે હોવા સંભવે છે (જઓ સ્વાધ્યાય”, પુ. ૫, અંક ૧, પૃ. ૧૦૬-૧૧૦).
૭૬. Catalogue, para, 119. જો એ ભતંદામાન ભાઈ હોય તો ક્ષત્રપકુળના રાજગાદીના સંભવિત કમ મુજબ સ્વામી જીવદામાને ક્ષત્રપપદ મળવું જોઈએ, પણ સિક્કાએના આધારે કહી શકીએ કે ક્ષત્રપદ તો ભીંદામાના પુત્ર વિશ્વસેન અને એ પછી સ્વામી છવદામાના પુત્ર રુદ્રસિંહ ૨ જાને મળ્યું હતું, એટલે સનનું સૂચન સ્વીકાર્ય બનતું નથી.
૭૭. 9RAS, 1890, p. 660
9૮. એક શાસકની પ્રથાને કારણે આમ હોવા સંભવ છે (જુઓ અગાઉ પૃ. ૭૯ અને ૮૪ ).
૭૯. અહીં એક એવું સૂચન રાયચૌધરી કરે છે કે આ વખતે (શક વર્ષ ૨૫૪ અને ર૭૦) સાસાની રાજાઓએ આક્રમણ કર્યું હોવું સંભવે (PHAI, p. 428). અળકર સાસાની આક્રમણનું આ સૂચન સ્વીકારતા નથી. તેઓ વધુમાં કહે છે કે આ ગાળા દરમ્યાન (ઈ. સ. ૩૩ર થી ૩૪૮) તો સાસાની રાજા શાપુર ૨ જાને ઈ. સ. ૩૩૭–૩૮ માં મિ સાથેના યુદ્ધમાં સંડોવાવું પડયું હતું. વળી ગુજરાત કે સૌરાષ્ટ્રમાંથી સાસાની રાજાએના સિક્કા મળ્યા નથી. સિંહ કે યશોદામાના સિક્કા પર સાસાની અસર જણાતી નથી (VGA, p. 58). અળતેકરના મતે આ આક્રમણ વાકાટક રાજાઓનું હોવું જોઈએ. વાકાટક વંશમાં પ્રવરસેન ૧ લો એક જ એવો રાજવી હતો, જેણે “સમ્રાટ” બિરુદ ધારણ કર્યું હતું અને વિજયેની યાદમાં ચાર અશ્વમેધ યજ્ઞ પણ કર્યા હતા. વળી એના પિતા વિંધ્યશક્તિએ માળવામાંથી ક્ષત્રપોને હાંકી કાઢવ્યા હતા એટલે એણે પણ પશ્ચિમમાં પોતાની સત્તા વિસ્તારવા પશ્ચિમ ભારતના ક્ષત્રપ રાજા ભર્તીદામાને હરાવવામાં ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ૨ જાને મદદ કરી હેવી સંભવે, નહિ તો સિંહ અને યશોદામાં માત્ર ક્ષત્રપપદ ધારણ કરી સંતોષ માને એ માની શકાતું નથી (એજન પૃ. ૫૮-૫૯). અળતેકરના આ સૂચનના સંદર્ભમાં જણાવવાનું કે આ સમય દરમ્યાન એક જ શાસકની પ્રથા પ્રચલિત હોઈ ક્ષત્રિય કે મહાક્ષત્રપ પદને પ્રશ્ન ઉપસ્થિત થતું નથી અને તેથી એમનું સૂચન સ્વીકાર્ય બનતું નથી.
૮૦. ચાષ્ટન કુળના શરૂઆતના ચારેક રાજાઓનાં નામોની આગળ અને ત્યારપછીના કુળના એક રાજાના નામની પૂર્વે સ્વમિન ' બિરુદ જોવા મળે છે.
૮૧. જુઓ અગાઉ પૃ. ૧૪૭-૪૮.
૮૨. અળકર એવું સૂચવે છે કે ઈ. સ. ૩૩૫ માં વાકાટક નરેશ પ્રવરસેન ૧ લાની સત્તા નબળી પડતાં રુદ્રદામા ર જે એના પુત્રને હરાવી “મહાક્ષત્રપ બન્યા હોવો જોઈએ (VGA, p. 61); પરંતુ વાકાટાની ગુજરાત ઉપર સત્તા હોવાના અપેક્ષિત પુરાવાઓ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી આ મંતવ્ય સ્વીકારાય નહિ.