Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[>
- ૬૭. આ સિક્કો પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં છે. ત્યાંને નોંધાયેલો નંબર ૧૫૪૨૯
૬૮. વર્ષ ૧૬૦ના એના બે ભાઈઓ યશદામા અને વિજયસેનના “ક્ષત્રપ' તરીકેના સિક્કાઓ મળ્યા છે. જુઓ પ્રિવેમ્યુ કેલોગ, નં. ૨૪૯૫ અને ૧૫૨૪૮ અનુક્રમે.
૬૯. આ સંદર્ભમાં અળતિકર નેંધે છે કે પિતા-પુત્રના બે વર્ષના ટૂંકા ગાળામાં થયેલા અકાળ અવસાનથી રાજકારણમાં કઈ કટેકટી ઊભી થઈ હોવી જોઈએ, પણ એ વિશે કોઈ નિશ્ચિત કારણ આપી શકાય નહિ. જે કે રાજ્યવાર તો એમના સ્વીકારેલા કમે જ પ્રાપ્ત થાય છે. વળી આ સમયે એવી કોઈ બાહ્ય સત્તા પણ ન હતી કે જેણે શકરાજ્યમાં કોઈ મુશ્કેલી સર્જી હોય (VGA, pp. 55-54); જોકે આ બધા બનાવો કુદરતી રીતે જ બન્યા હોય એ સાવ અસંભવિત નથી, તેથી કોઈ અટકળને સ્થાન નથી.
૭૦. એના પ્રત્યેક વર્ષના સારી સ્થિતિમાં સચવાયેલા સિક્કા મળે છે, તેથી રેસન નોંધે છે કે આ ક્ષત્રપકુળમાં આ રાજના સિક્કાઓની શ્રેણી એની મિતિ, પ્રકાર, કોતરણી વગેરેમાં ખૂબ જ સારી છે. આ પછી આ બાબતોમાં પડતી જણાય છે ( Catalogue, para 113).
૭૧. એના વર્ષ ૧૯૨ અને ૧૦૩ના સિક્કાઓ મળ્યા નથી. એના ઉપલબ્ધ સિક્કાઓનું સંખ્યા પ્રમાણ ઘણું મોટું છે. કેટલાક સમયનિર્દેશ વિનાના સિક્કાઓ પણ છે, તો કેટલાકની કોતરણી સારી નથી.
૭૨. વિજયસેનના રાજ્યના આરંભથી (અર્થાત શક વર્ષ ૧૬૧થી) રુકસેન ૨ જાના અંતભાગ (અર્થાત શક વર્ષ ૧૯૦) સુધી ક્ષત્રપ’ તરીકેનો એકેય સિક્કો આજ સુધી પ્રાપ્ત થયે નથી. આમ લગભગ ત્રીસ વર્ષના લાંબા ગાળા દરમ્યાન ક્ષત્રપ રાજાઓના સિક્કા મળતા નથી.
૭૩. ગિ. વ. આચાર્ય જૂનાગઢની સ્ટેટ ટ્રેઝરીમાંથી વિશ્વ સિંહના એક સિકકા પર વર્ષ ૨૧૧ નું વાચન કર્યું છે (GRASB, Vol. 111, No. 2, PP. 97–98); પરંતુ એમનું આ વાચન સ્વીકાર્ય જણાતું નથી, કેમકે એના અનુજ ભર્તીદામાના “મહાક્ષત્રપ” તરીકે સિક્કા વર્ષ ૨૦૪ થી મળે છે. સિન પણ વિશ્વસિંહના શાસનકાળને લગભગ વર્ષ ૨૧૧ સુધી લંબાવે છે (op. cit., para 116 ), એમનું આ વિધાન પણ ઉપર નિર્દિષ્ટ કારણને લીધે અસ્વીકાર્ય બને છે.
૭૪, જે. એન. બેનજી (CHI, Vol. II, p. 291) અને અળકર (VGA, pp. 56–47) આ સંદર્ભમાં સાસાની આક્રમણને ઉલ્લેખ કરે છે. સાસાની રાજા વરહન ૨ જે (ઈ. સ. ૨૭૬થી ર૦૩) ઈ. સ. ૨૮૪માં સિંધ અને શકસ્તાન જીતી લે છે અને આ જિતાયેલા પ્રદેશ ઉપર એ એના ભાઈ વરહન ૩ જાને “શકાન શાહ”ના બિરુદ સાથે ગવર્નર તરીકે નીમે છે કે અળતેકરના મતે સાસાના સમ્રાટનું ભારત પરનું આ આક્રમણ અને સિંધની છત પશ્ચિમી ક્ષત્રપોના ભાવિને સીધી રીતે અસર કરતાં નથી, કેમકે એમના આક્રમણ પૂર્વે સંભવત: ક્ષત્રપોએ કદાચ સિંધ ઉપરનો કાબૂ ગુમાવ્યે હો, જોઈએ.