Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭મું].
પશ્ચિમી સત્ર
[૧૭
પર્વતની નીચે વર્ષ કોતરેલું છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે, પરંતુ લેખ નથી. રસેન ૧ લા અને દામસેનના સમયના સિક્કા આ પ્રકારના છે.
સીસાના સિકકા ઉપર પર્વતાદિ ચિહ્નો, પર્વત નીચે વર્ષ અને કિનારને સમાંતર ટપકાંની હાર છે, પરંતુ લેખ નથી. યશોદામા ૨ જે, રદ્રસેન ૩ જે અને રુદ્રસિંહ ૭ જાના ચેરસ સિક્કા ઉપર ત્રિકૂટ પર્વત એની નીચે નદી અને એની નીચે વર્ષ જોવા મળે છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે. રુદ્રસિંહ ૩ જાના. સિકકા ઉપર ત્રિકૂટ પર્વતની ડાબી જમણી બાજુએ ચંદ્ર-સૂર્યનાં ચિહ્નો છે. ૩૦
ઈશ્વરદત્ત
આભીર રાજા ઈશ્વરદત્તના સિકકા ક્ષત્રપ-અનુકરણવાળા હેઈ તેમજ ક્ષત્રપ સિક્કાઓની સાથે ઉપલબ્ધ થયા હોઈ એના સિક્કાની ચર્ચા અહીં પ્રસ્તુત છે. એના માત્ર ચાંદીના ગોળ સિક્કા મળ્યા છે. અગ્રભાગ ઉપર દક્ષિણાભિમુખ મુખાકૃતિ છે અને એની પાછળ બ્રાહ્મી આંકડામાં વર્ષ કોતરેલું છે. વૃત્તાકારે ગ્રીક-રોમન લિપિમાં લેખ છે. કિનારને સમાંતર ટપકાંની હાર છે. પૃષ્ઠભાગ ઉપર ત્રિકૂટ પર્વત, એકેક ચંદ્ર, સૂર્ય, નદી તેમજ વૃત્તાકારે બ્રાહ્મીમાં હોદ્દા સાથે માત્ર રાજાનું નામ અને વર્ષ સૂચવતો લેખ છે. ઈશ્વરદત્તના સિક્કાની વિશેષતા એ છે કે એણે આંકડા અને શબ્દો ઉભયમાં વર્ષનું સૂચન કર્યું છે.
ઉપસંહાર
ઉપર્યુક્ત વર્ણનથી ફલિત થાય છે કે ક્ષત્રપ-સિકકા પરના ગ્રીક-રોમન અક્ષર, મુખાકૃતિ, આકાર, તોલ વગેરે બાબતમાં ગ્રીક અસર સૂચવાય છે, તે સંસ્કૃત-પ્રાકૃત ભાષા, બ્રાહ્મી લિપિ તેમજ પર્વત, નદી, ચંદ્ર, સૂર્ય જેવાં શાશ્વતતા. સુચવતાં પ્રકૃતિનાં પ્રતીકે ભારતીય અસર સૂચવે છે. ૩૧
વર્ષ આપવાની અભિનવ પ્રથા
ક્ષત્રપોના ચાંદી, પટન અને સીસાના સિકકાઓ ઉપર વર્ષ આપવાની વિશિષ્ટ અને અભિનવ પ્રથા સૌ પ્રથમ વાર જ જોવા મળે છે. બ્રાહ્મી આંકડાઓમાં વર્ષ સૂચવતી સંખ્યા આપવાની આ નિરાળી પદ્ધતિને લઈને એમની સળંગ સાલવારી તૈયાર કરવામાં સુગમતા થઈ છે. ક્ષત્રપો પૂર્વેના ભારતીય સિક્કાઓમાં ક્યાંય વર્ષ આપવાની પ્રથા મળતી જોવા મળતી નથી, એટલું જ