Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬૬]
મોર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
તા. ક. તાજેતરમાં કચ્છ જિલ્લાના દેલતપુર ગામેથી પથ્થરની એક ચણિલેખ મળી આવ્યો છે અને એ હાલ કચ્છ મ્યુઝિયમ ભૂજમાં સંગૃહીત છે. આ અભિલેખ વિશે બેલે (એક લેખ ડો. ભગવાનસિંધ સૂર્યવંશીને છે અને એ “બુલેટિન ઓફ ધી મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી”, વડોદરા, પુ. ૨૦, પૃ. ૬૮, ૧૯૬૮માં છપાયો છે; બીજો લેખ શ્રીમતી શોભના ગોખલેને છે અને એ “જર્નલ ઓફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટયુટ, પુ. ૧૮, અંક ૩, પૃ. ૨૩૭, ૧૯૬૯, વડોદરામાં છપાયો છે.) તાજેતરમાં પ્રસિદ્ધ થયા છે. બંને વિદ્વાન લેખકો લેખનું સંપાદન કરતાં ભિન્ન ભિન્ન પાઠ સૂચવે છે. ડે. સૂર્યવંશી શક વર્ષ ૧૫૮ હોવાની અને એ સમયે ક્ષત્રપ રાજા પૃથિવીણ હોવાની અટકળ કરે છે, જ્યારે શ્રીમતી શેભના ગોખલે શક વર્ષ ૨૫૪ હોવાની અને રાજા પ્રિયસેન હોવાની અટકળ કરે છે. '
આ લેખમાં સંવત્સરે શબ્દ સ્પષ્ટ છે, પરંતુ એની પછીનાં ચિહ્ન સ્પષ્ટ વંચાતાં નથી. બંને વિદ્વાનોનું એ અંગેનું વાચન સંદિગ્ધ છે. વળી એકમ, દશક અને શતકના સૂચન કરતા આંકડાઓ માટે જોઈતી જગ્યા લેખમાં જણાતી નથી. શતક અને દશકના આંકડા અસ્પષ્ટ છે, જ્યારે એકમને આંકડો જણાતો નથી; આથી આ લેખ શક વર્ષ ૧૫૮ કે ૨૫૪ માં કોતરાયો હોવાનો અભિપ્રાય આપવો મુશ્કેલ છે. પૃથિવીષેણનું રાજ્ય વર્ષ ૧૪૪ માં હતું; ૧૫૮ માં તો દામસેનનું રાજ્ય હતું; આથી એ વર્ષને પૃથિવીષેણ સાથે સાંકળવું અસ્થાને છે. વળી “પ્રિયસેન'' નામને કેઈ રાજા ઈતિહાસમાં જાણવા મળ્યો નથી. લેખની હાલત સારી ન હોવાથી કોઈ સ્પષ્ટ મંતવ્ય આપવું મુશ્કેલ છે.