Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭ મું] પશ્ચિમી ક્ષત્ર
[ ૧૩૯ સંભવે. પરંતુ વર્ષ ૧૦૧ તથા ૧૦૨ માં “મહાક્ષત્રપ' હોવા સંભવે નહિ. આથી એ સિક્કાઓ પરના લખાણુના વાચનમાં કાંતે વર્ષની સંખ્યાને અથવા તો રાજાના બિરુદને પાઠ સંદિગ્ધ ગણાય. (૨) એવી રીતે વર્ષ ૧૦૯ ૧૧૦ અને ૧૧૨ દરમ્યાન એ ‘ક્ષત્રપતથા “મહાક્ષત્રપ હતો એવો એના સિક્કાઓના લખાણના વાચન પરથી ભાસ થાય છે. જે આ વર્ષો દરમ્યાન, અગાઉ નોંધ્યું છે. તેમ, આ રાજા કોઈ કારણે મહાક્ષત્રપપદેથી ક્ષત્રપપદે ઊતરી ગયો હોય તો પણ એ બંને બિરદ વર્ષ ૧૦૯ કે અને ૧૧રમાં હોવા સંભવે, પરંતુ વર્ષ ૧૧ માં સંભવે નહિ.
આમ ૧૦૧, ૧૦૨ તથા પ્રાય: ૧૦ થી ૧૨ (અથવા ઓછામાં ઓછું ૧૧૦ ) વર્ષોના વાચન સંબંધમાં વર્ષની સંખ્યા કે બિરદમાં કંઈક ભૂલ રહેલી હેવાને સંભવ જણાય છે.
વળી જે વર્ષો દરમ્યાન રુદ્રસિંહને “મહાક્ષત્રપ’ માનવામાં આવે છે તે વર્ષો દરમ્યાન બીજા કોઈ રાજાના ક્ષત્રપ' તરીકેના સિક્કાઓ મળતા નથી તેમજ જે વર્ષોના એના ‘ક્ષત્રપ' તરીકેના સિકકાઓ મળે છે તે સમયના અન્યના “મહાક્ષત્રપ” તરીકેના સિકકા મળતા નથી, આથી રુદ્રસિંહના સિકકાઓ પરનાં લખાણના થયેલાં વાચનમાંથી ઘણો ગૂંચવાડે ઊભો થયો છે.
રસિંહને રુદ્રસેન ૧ લે, સંઘદામાં અને દામસેન એમ ત્રણ પુત્રો હતા, પરંતુ સિંહને ઉત્તરાધિકાર દામજદશીના પુત્ર જીવદામાને મળ્યો. સત્યદામા
છવદામાના આ અગ્રજને એક માત્ર સિકકો મળ્યો છે. જે ક્ષત્રપ' તરીકે અને અવાચ્ય સમયનિર્દેશવાળે છે. આ વર્ષ જીવદામાની “મહાક્ષત્રપ' તરીકેની કારકિર્દી દરમ્યાનનું અર્થાત વર્ષ ૧૧૯ અથવા ૧૨૦ હશે એવું અગાઉ રેસને સૂચવ્યું હતું, પરંતુ એ પછી મળેલા કેટલાક નવા મુદ્દાઓને આધારે સત્યદામાના સિક્કાને સમય જીવદામાના ઉપર્યુક્ત સિક્કાઓના સમય કરતાં વહેલું હોવાનું તથા એ અનુસાર સત્યદામાં જીવદામાને અગ્રજ હેવાનું રસને પ્રતિપાદિત કર્યું.૪૯
એના ‘ક્ષત્રપ’ તરીકેના સિકકા પરથી એવું અનુમાન થાય કે એ કોઈ મહાક્ષત્રપના મદદનીશ તરીકે રાજ્યાધિકાર ભોગવતો હતો. તે એ કોને મદદનીશ હે ? અગાઉ ોંધ્યું તેમ જીવદામ એને અનુજ હોઈએ એને મદદનીશ સંભવે નહિ. ત્યારે પશ્ચિમી ક્ષત્રપોના ઉત્તરાધિકારના સંભવિત નિયમાનુસાર ગાદીને વારસાહક પેક પુત્રને નહિ, પણ અનુજને મળે, તે સંભવ છે કે સત્યદામા એના. પિતા દામજદશ્રીના મદદનીશ તરીકે નહિ, પણ કાકા રુદ્રસિંહના મદદનીશ તરીકે, રાજયાધિકાર ભગવતે હોવો જોઈએ.