Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪૪]
[પ્ર.
મૌર્યકાલથી ગુપ્તકાલ એમના ખ્યાલ બહાર હોય એમ લાગે છે, અને હવે આ વર્ષને ચાંદીને એક સિકકો પણ મળે છે, એટલે એમનું સૂચન સ્વીકાર્ય બનતું નથી. દામસેનના સમયના ક્ષત્રપો
એના “મહાક્ષત્રપ’ તરીકેના શાસન દરમ્યાન બે ક્ષત્રપ રાજવીઓના સિક્કાઓ જોવા મળે છે. વર્ષ ૧૫૪ અને ૧૫૫ના એના અગ્રજ રુદ્રસેન ૧ લાના બીજા પુત્ર દામજદથી ૨ જાના તેમજ વર્ષ ૧૫૬ થી ૧૬૦ સુધીના પોતાના પુત્ર વીરદામાના, આથી એવું કહી શકાય કે દામજદથી ૨ જો “મહાક્ષત્રપના હોદ્દા સુધી પહોંચ્યા પૂર્વે જ અવસાન પામ્યું હવે જોઈએ. તેથી દામસેનને ભેષ્ઠ પુત્ર અને દામજદશ્રીને પિતરાઈ ભાઈ વીરદામા “ક્ષત્રપ' તરીકે નિમાયેલે એ સિકકાઓથી સ્પષ્ટ થાય છે. ક્ષત્રપપદે એ વર્ષ ૧૬૦ સુધી રહેલે માલૂમ પડે છે. ૮ દરમ્યાન એના પિતા વર્ષ ૧૫૯-૧૬૦ સુધીમાં અવસાન પામ્યો હોવાનું જણાય છે, એટલે સ્વાભાવિક જ વીરદામાં આ સમયે મહાક્ષત્રપપદે પહોંચવો જોઈએ, પરંતુ એના “મહાક્ષત્રપ’ તરીકેના સિકકા પ્રાપ્ય નથી, જ્યારે એના અનુજ યશોદામાં ૧ લાખા વર્ષ ૧૬ ના
મહાક્ષત્રપ' તરીકેના સિકકા મળી આવ્યા છે, આથી અનુમાન કરી શકાય કે દામસેન વર્ષ ૧૬૦ સુધી જીવ્યે હેવો જોઈએ અને એ જ વર્ષે “ક્ષત્રપ' તરીકેના હેદ્રા દરમ્યાન વીરદામાં મૃત્યુ પામ્યો હોવો જોઈએ. એટલે દામસેને એના બીજા પુત્ર યશોદામાની એ જ વર્ષે અર્થાત વર્ષ ૧૬ માં “ક્ષત્રપ' તરીકે નિયુક્તિ કરી હોવી જોઈએ, પરંતુ એ જ વર્ષે દામસેન મૃત્યુ પામ્યો હોય એમ એના પુત્ર અને અનુગામી યશોદામાના વર્ષ ૧૬૦ ના “મહાક્ષત્રપ' તરીકેના સિકકાથી સ્પષ્ટ બને છે. ચશદામા ૧ લો
યશોદામાના વર્ષ ૧૬ ના “ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ' તરીકેના ઉપલબ્ધ સિક્કાઓ પરથી સ્પષ્ટ થાય છે કે એ વર્ષ ૧૬ ના પૂર્વ ભાગમાં ક્ષત્રપપદે આવ્યા અને ઉત્તર ભાગમાં મહાક્ષત્રપપદે. એના અનુજ વિજયસેનના આ જ વર્ષના ક્ષત્રપ સિકકાઓ આને સમર્થન આપે છે. યશોદામાના મહાક્ષત્રપપદના સિક્કાઓ બે જ વર્ષના ૧૬૦ અને ૧૬૧ મળ્યા છે, આથી એ વર્ષ ૧૬૧ માં અકાળ અવસાન પામ્યો હોવાનું જણાય છે, કેમકે એના અનુગામી વિજયસેનના એ જ વર્ષના મહાક્ષત્રપકાળના સિક્કાઓ મળ્યા છે; આથી યશોદામાએ માત્ર બે વર્ષથીય ઓછો સમયે રાજગાદી ભોગવી હોવી જોઈએ.
આમ ૧૬૦–૧૬૧ નાં બે વર્ષો દરમ્યાન દામસેન, એને પુત્ર વિરદામા અને એને બીજો પુત્ર યશોદામાં મૃત્યુ પામે છે. ૨૯ પછી એને ત્રીજો પુત્ર વિજયસેન વર્ષ ૧૬૧ માં મહાક્ષત્રપપદે આવી દીર્ઘકાલ સુધી શાસન કરે છે.