Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫૨]
મોર્યકાલથી ગુપ્તકાલ
પાંચમું ક્ષત્રપકુલ સ્વામી સિંહસેન
એ રુદ્રસેન ૩ જાની બહેનને પુત્ર છે. એના પિતાનું નામ જાણવા મળતું નથી. આ રાજાના મહાક્ષત્રપકાલના સિકકાઓ વર્ષ ૩૦૪, ૩૦ ૫ અને ૩૦૬ એમ ત્રણ વર્ષના મળ્યા છે. એના પુરગામી રાજાના સિક્કાઓ વર્ષ ૩૦૨ સુધીના હોઈ એના રાજ્યની પૂર્વ મર્યાદાને વર્ષ ૩૦૨ અને ૩૦૪ની વચ્ચે મૂકી શકાય. એના એક અનુગામીના સિક્કાઓ વર્ષ ૩૧ થી મળે છે એટલે એના અમલની ઉત્તરમર્યાદા વર્ષ ૩૧૦ સુધી લંબાવી શકાય, પરંતુ આ ગાળા દરમ્યાન બીજા બે રાજાઓ-સ્વામી સકસેન ૪થો અને સ્વામી સત્યસિંહની માહિતી મળે છે, એટલે એવું અનુમાની શકાય કે એને અમલ વર્ષ ૩૦૬ માં જ પૂરો થયે હશે. સ્વામી રુદ્રસેન ૪ થે
આજ સુધીમાં આ રાજાને એક જ સિકકો ઉપલબ્ધ થયો છે,૮૫ જેનું લખાણ સુવાચ્ય નથી. આ રાજાના નામનું પૂર્વપદ દ્ધ પણ સ્પષ્ટ નથી, પરંતુ રેસન આ સિક્કો એને હેવાનું સ્વીકારે છે. વર્ષ અવાઓ હોઈ એના રાજ્યઅમલ વિશે કોઈ અટકળ થઈ શકતી નથી. એના પિતા સિંહસેનના સિક્કા છેલ્લું જ્ઞાત વર્ષ ૩૦૬ અને એના અનુગામી સત્યસિંહના પુત્ર રુદ્રસિંહ ૩ જાના સિક્કા પરનું પહેલું જ્ઞાત વર્ષ ૩૫૦ છે, એટલે સ્વામી રુદ્રસેન ૪થાને અમલ આ બે વર્ષોની વચ્ચેના ગાળાના પૂર્વ ભાગમાં મૂકે જોઈએ.
છઠ્ઠ ક્ષત્રપકુલ સ્વામી સત્યસિંહ
એને પિતાને એકેય સિકકો પ્રાપ્ત નથી, પરંતુ ચાટ્ટનના પિતા સામતિક, રુદ્રસિંહ ર જાના પિતા સ્વામી છવદામા અને રૂકસેન ૩ જાના પિતા સ્વામી રુદ્રદામા ૨ જાની જેમ સ્વામી સત્યસિંહની માહિતી એના પુત્ર રદ્રસિંહ ૩ જાના સિક્કા પરથી મળે છે. એને પણ “મહાક્ષત્રપ' તરીકે ઓળખાવે છે. એના પુરોગામી-અનુગામીના શાસનકાલને ધ્યાનમાં લેતાં અને એને રુદ્રસેન ૪ થાને સીધા અનુગામી હોવાનું વિચારતાં એને રાજ્યઅમલ વર્ષ ૩૦૬ થી ૩૧૦ ના ગાળા દરમ્યાન સ્વામી રુદ્રસેન ૪ થાના રાજ્યકાલ પછી, એ ગાળાના ઉત્તર ભાગમાં હોવો જોઈએ.