Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩૨]
મયકાલથી ગુપ્તકાલ
[પ્ર.
એના રાજ્યઅમલનાં જ્ઞાત વર્ષો પરથી રુદ્રદામાના શાસનકાળની ઉત્તર મર્યાદા વધુમાં વધુ શક વર્ષ ૧૦૦ સુધી આંકી શકાય.૩૫ એને રાજ્ય-વિસ્તાર
જૂનાગઢને એને શૈલલેખ એના રાજ્યવિસ્તારની ચોકકસ માહિતી આપે છે. એમાં નિર્દિષ્ટ પ્રદેશમાં પૂર્વ આકર, પશ્ચિમ અવંતિ, અનૂપ, નીત (નિમાડ), આનર્ત, સુરાષ્ટ્ર, શ્વત્ર, મરુ, કચ્છ, સિંધ, સૌવીર, કુકર, અપરાંત અને નિષાદને સમાવેશ થાય છે. આ ઉપરથી રદ્રતામાના રાજ્યને વિસ્તાર અર્વાચીન સ્થળનામની ભાષામાં ઉત્તરે મુલતાન સુધી, દક્ષિણમાં અનપ (માહિષ્મતી) સુધી, તે પૂર્વમાં માળવા અને નિમાડ સુધી, અને પશ્ચિમે સમુદ્રકાંઠા (એટલે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠા) સુધી હતો (જુઓ નકશે ૩ ). ગિરિનગરના શૈલલેખનું ઐતિહાસિક મહત્વ
ગિરિનગરના શૈલલેખોનું અનેકવિધ મહત્ત્વ છે, પરંતુ આ શૈલ પરના ત્રણેય લેખોમાં સુદામાના લેખનું ઐતિહાસિક મહત્ત્વ સવિશેષ છે.
રદ્રદામાના આ શૈલલેખમાં આરંભમાં સુદર્શન તળાવના તૂટી ગયેલા બંધના સમારકામને લગતી પ્રસંગોચિત વિગતો આપી છે, પરંતુ એનું ઐતિહાસિક મહત્ત્વ આઠમી-નવમી પંક્તિમાં રહેલું છે, જેમાં એ જળાશયનો પાછલે ઈતિહાસ આપવામાં આવ્યા છે. તદનુસાર આ તળાવ ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રિય (સૂબા) પુષ્યગુપ્ત વચ્ચે બંધાવેલું અને ત્યાર પછી એના પૌત્ર અશોક મૌર્યના રાષ્ટ્રિય યવનરાજ ! તુષાર્ફ એમાંથી નહેરો કઢાવી સિંચાઈની સગવડ કરેલી અને આ લેખમાં થયેલ નિર્દેશ ઐતિહાસિક દષ્ટિને અદ્વિતીય નમૂનો છે. ભારતના પ્રાચીન ઈતિહાસમાં આ પ્રકારને આભિલેખિક પુરાવો આ પહેલવહેલે છે. આથી સ્પષ્ટ થાય છે કે ક્ષત્રપાલ દરમ્યાન એની પહેલાંના લગભગ ચાર શતક પૂર્વેના જૂના બનાવોને લગતી તે તે સમયના સૂબાના નામની ગૌણ વિગતોને લગતી ઐતિહાસિક નોંધ પણ રહેતી હતી. રુદ્રદામાની પ્રશસ્તિ
આ શૈલલેખ આ ઉપરાંત એ રાજાની કારકિર્દી અને એના વ્યક્તિત્વને પણ આલેખે છે. આ લેખમાંના રુદ્રદામાના ચરિત્ર-ચિત્રણ ઉપરથી પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં એ સૌથી મહાન અને પ્રભાવશાળી રાજા હોવાનું ફલિત થાય છે. આ લેખમાં નીચે પ્રમાણે એની પ્રશસ્તિ કરવામાં આવી છે :