Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ ' [મ, બન્યું હશે. રુદ્રસિંહ ૧ લાના શિક વર્ષ ૧૦૨ અને ૧૦૩ ના “ક્ષત્રપ' તરીકેના સિક્કા તેમ જ વર્ષ ૧૦૩ ને “ક્ષત્રપ' તરીકેને શિલાલેખ મળે છે. આથી અનુમાની શકાય કે રદ્રસિંહ ત્યારે દામજદશ્રીના “ક્ષત્રપ' તરીકે ફરજ બજાવતો હશે, ૩૮ આ આધારે દામજદથી આ વર્ષોમાં એટલે કે ઈ.સ. ૧૮૦–૧૮૧માં “મહાક્ષત્રપ” તરીકે હોવો જોઈએ.
દામજદશ્રીની કારકિર્દી વિશે કોઈ સાધી માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એવી અટકળ થઈ શકે કે એના પિતાની સાથે ‘ક્ષત્રપ' તરીકેના હોદ્દા દરમ્યાન એણે કેટલાંક યુદ્ધોમાં ભાગ લીધો હોય અને પિતાના અવસાન બાદ મળેલા ભવ્ય વારસાને સાચવી રાખ્યું હોય.
એના ભાઈ રુદ્રસિંહના શિલાલેખમાંની કે એના પુત્ર રુસેન ૧ લાના શિલાલેખમાંની વંશાવળીમાં દામજદશીનું કે એના કોઈ પુત્રનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ દામજદબી તેમજ એના પુત્રો સત્યદામાં અને જીવદામાના સિક્કા મળ્યા છે. જીવદામાના મહાક્ષત્રપ' તરીકેના એક સિક્કા પરનું વર્ષ અગાઉ૩૯ ૧૦૦ વંચાયેલું એ પરથી રેસને એવું અનુમાન કરેલું કે દામજદશ્રીના મૃત્યુ પછી શરૂઆતમાં જીવદામા “મહાક્ષત્રપ’ થયો હોય, પરંતુ થોડા જ વખતમાં રુદ્રસિંહ ૧ લાએ એની પાસેથી “મહાક્ષત્રપ'નું પદ ઝૂંટવી લીધું હોય; આથી ઉપર્યુક્ત ઘર્ષણને લઈને જાણીબૂઝીને એમનાં નામ વંશાવળીમાં આપવામાં આવ્યાં નહિ હોવાની અટકળ એમણે કરેલી.૪૦
પરંતુ મહાક્ષત્રપ છવદામાના સિક્કાઓ પરનાં સાત વર્ષ ૧૧૯ પૂર્વનાં નહિ હોવાનું હવે પ્રતિપાદિત થયું હોઈને દામજદીના ઉત્તરાધિકારી જીવદામા અને રુદ્રસિંહ વચ્ચેના ઘર્ષણની અટકળ સ્વીકાર્ય બનતી નથી.
આથી રુદ્રસિંહ અને રુદ્રસેનના લેખમાં આપેલી વંશાવળીઓમાં દામજદશ્રી વગેરેનાં નામના અભાવ માટે અન્ય કારણ હોવું જોઈએ. વંશાવળીઓમાં જણવેલા રાજાઓને સંબંધ જોતાં માલૂમ પડે છે કે પ્રસ્તુત વંશાવળીએામાં માત્ર સીધા પૂર્વજોનાં નામ આપવામાં આવ્યાં છે, અર્થાત્ અન્ય પુરેગામીઓનાં નામ આપવામાં આવ્યાં નથી.૪૧ રુદ્રસિંહ ૧ લે
પશ્ચિમી ક્ષત્રપોના ઉત્તરાધિકારના સંભવિત નિયમ અનુસાર ગાદીને ઉત્તરાધિકાર યેષ્ઠ પુત્રને સ્થાને અનુજને મળે, પરંતુ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાને કોઈ ભાઈ ન હોવાથી એને ઉત્તરાધિકાર એના જયેષ્ઠ પુત્ર દામજદશ્રીને મળે છે અને એને