Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
તરીકે ઓળખાવે છે. આથી એવું અનુમાની શકાય કે એ મહાક્ષત્રપનું પદ મેળવી શક્યો ન હતો. આ ઉપરથી ભગવાનલાલ ઈંદ્રજી વગેરે૩૦ વિદ્વાનો એવી અટકળ કરે છે કે એના રાજ્યકાળ દરમ્યાન આંધ્ર રાજાઓએ ચડાઈ કરી ચાટ્ટનવંશી રાજ્યને નુકસાન પહોંચાડયું હોય, પરંતુ આ અટકળ સ્વીકાર્ય લાગતી નથી, કેમકે સામાન્યતઃ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં ક્ષત્રપ મહાક્ષત્રપોના મદદનીશ રાજા તરીકે અધિકાર ભોગવતા હતા. રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના મદદનીશ તરીકે રાજા ક્ષત્રપ જયદામાને ઉત્તરાધિકાર રાજા ક્ષત્રપ રુદ્રદામાને મળ્યો જણાય છે; અર્થાત મહાક્ષત્રપ ચાર્જનનો ઉત્તરાધિકાર મહાક્ષત્રપ રુદદ્દામાને પ્રાપ્ત થયો એ પહેલાં ક્ષત્રપ' તરીકેને જયદામાનો અધિકાર રુદ્રદામાને મળ્યો હતો, તેથી જયંદામા એના પિતાની પહેલાં અર્થાત ક્ષત્રપાવસ્થામાં જ અકાળ અવસાન પામ્યો હોય અને એનો ક્ષત્રપ તરીકેને અધિકાર એના પછી એના પુત્ર રુદ્રદામાને મળ્યો હોય તેમજ ચાષ્ટ્રનો મહાક્ષત્રપ તરીકેને અધિકાર તેથી ઉત્તરાધિકારી તરીકે સીધો એના પૌત્ર રુદ્રદામાને મળ્યો હોય, એ ઘણું સંભવિત લાગે છે.
સમય
એના પિતાની હયાતીમાં જ “મહાક્ષત્રપ' તરીકેનું પદ પામ્યા વિના એ પ્રાયઃ અકાળ અવસાન પામ્યા હોઈ રવતંત્ર રાજા તરીકેનું કોઈ મહત્વ એનું જણાતું નથી. એ કયારે “ક્ષત્રપ' નિમાયો અને ક્યારે મૃત્યુ પામ્યો એ જાણવાનાં કોઈ સાધન ઉપલબ્ધ નથી. અંધૌના યષિલેખોથી સ્પષ્ટ થાય છે કે રુદ્રદામા ઈ.સ. ૧૩૦ માં ક્ષત્રપ હોદો ભોગવતો હતો એટલે એના પિતા જયદામાનું ક્ષત્રપપદ (અને જીવન) એ સમય પહેલાં સમાપ્ત થઈ ચૂક્યું હતું. રુદ્રદામાં ઈ.સ. ૧૩૦ માં ક્ષત્રપદ ધરાવતે હાઈ એને પિતા જયંદામા ચાષ્ટનના પરાક્રમકાળ દરમ્યાન પુખ્ત વયને હોવો સંભવે. આથી એને ક્ષત્રપપદનો આરંભ એના પિતા ચાર્જનના મહાક્ષત્રપપદના આરંભને સમકાલીન ગણાય; અર્થાત એના ક્ષત્રપદને સમય ઈસ. ૧૩૦ પૂર્વને અંદાજી શકાય. રુદ્રદામા ૧ લો ક્ષત્રપ સત્તાને અભ્યદય
ચાર્જનના પૌત્ર અને જયદામાના પુત્ર રુદ્રદામા વિશેની માહિતી એના [ પિતાના સિક્કાઓ અને શૈલલેખ પરથી તેમ જ એના સમયના અંધૌ અને
ખાવડાના શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે. એના ચાંદીના સિક્કાઓ સમયનિર્દેશ વિનાના હોઈ ખાસ ઉપકારક બનતા નથી, પણ શૈલલેખ અને શિલાલેખ સમયનિદેશયુક્ત હોવાથી એને સમયનિર્ણય કરવામાં સુગમતા સાંપડે છે.