Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
ભૂમક-નહપાનના સિક્કાઓ પરનાં પ્રતીક સ્પાલિર અને ય ૨ જાના સિક્કાઓ પરનાં પ્રતીકે સાથે સામ્ય ધરાવે છે પ વગેરે વિગતો પણ આ મતના સમર્થનમાં ધ્યાનમાં લેવાય છે.
પેરિપ્લસ”ના રચનાકાલ વિશે વિદ્વાનો એકમત નથી એટલે જ્યાં સુધી એને. સમય સુનિશ્ચિત થાય નહિ ત્યાંસુધી નહપાનને સમય નક્કી કરવામાં એ નિર્ણાયક આધાર ન ગણાય. પરંતુ તેમ કષ્ક્રિશના સિકકાઓ નહપાનના રાજ્યવિસ્તારમાંથી પ્રાપ્ત થયા છે એ પુરાવો નહપાનનાં વર્ષ રાજ્યકાલનાં હવાના મતને સમર્થે છે, કેમકે તેમ કશિ એ કુષાણુવંશનો પહેલો રાજા હતા, જ્યારે કણિષ્ક ત્રીજો રાજા હતો. વળી ભૂમક-નહપાન કુષાણના, ખાસ કરીને, કષ્કિન ઉપરાજ ન હતા એ મત પ્રતિપાદિત થયે છે, ૭ એટલે નહપાન વેમ કફિશના સમકાલમાં થઈ ગયો એમ સ્વીકારીએ તો એણે એના અનુગામી એવા કણિક ચલાવેલ સંવત કેવી રીતે વાપર્યો હોય એ સમજાતું નથી. અત્યારા સુધી નહપાનના સમયનું છેલ્લું વર્ષ ૪૬ અને ચાષ્ટ્રનના સમયનું વહેલામાં વહેલું વર્ષ પર એ ગણતરીએ બધાં વર્ષો શક સંવતનાં હોવાનો મત પ્રચારમાં હતે. પરંતુ અગાઉ બેંધ્યું છે તેમ તાજેતરમાં અંધી ગામેથી મળેલા વર્ષ ૧૧ ના શિલાલેખથી આ મત હવે ટકી શકતો નથી, કેમકે એમ કરવા જતાં નહપાનનો. અમલ ચાર્જનના અમલ દરમ્યાન મૂ પડે છે, જે મત નહપાન ચાષ્ટનને, પુરોગામી હાઈ સ્વીકારી શકાય નહિ.
આથી ચાષ્ટનના સમયના વર્ષ ૧૧ ના શિલાલેખથી સ્પષ્ટ થાય છે કે નહપાનના સમયના શિલાલેખમાં ખેંધાયેલ વર્ષ રાજ્યકાલનાં વર્ષ હોવાં જોઈએ.
જૈન અનુકૃતિઓમાં નહપાને ૪૦-૪ર વર્ષ રાજ કર્યું એવા ઉલ્લેખ છે,૮ પરંતુ આ જૈન અનુશ્રુતિએ નહપાનના સમયથી ખૂબ ઉત્તરકાલીન છે. વળી જૈન અનુશ્રુતિઓમાંની કેટલીક વિગતો, ખાસ કરીને વસંખ્યાને લગતી, પ્રમાણિત ન હોવાનું માલૂમ પડે છે, આથી અન્ય વધારે પ્રમાણભૂત ઉલ્લેખ સાથે બંધ ન બેસે તેવી આ વિગતે સંદિગ્ધ ગણાય. વળી એમાં ગઈ ભિલ્લ વંશ પછી સીધો નહપાનને ઉલ્લેખ કરેલ છે, આથી એને પુરોગામી ભૂમક અનુલિખિત રહી જાય છે, તેથી નહપાને ૪૦ વર્ષ રાજ્ય કર્યું હોવાની જૈન પરંપરા સહેલાઈથી સ્વીકાર્ય બનતી નથી. કેટલાક નેધે છે તેમ અસંખ્ય પ્રમાણમાં પ્રાપ્ત થયેલા એના સિક્કાઓ એના વધુ દીર્ઘ રાજ્યઅમલનું સૂચન કરે છે.
આ ગણતરીએ નહપાનનાં જ્ઞાત વર્ષે ૪૧ થી ૪૬ ને ધ્યાનમાં લેતાં એવું સૂચવી શકાય કે નહપાને ઓછામાં ઓછાં ૪૬ વર્ષ સુધી રાજસત્તા સંભાળી હશે.