Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૬૩] પશ્ચિમી ક્ષત્રપે
[૧૧૧ અંધૌના શિલાલેખમાંના વર્ષ ૧૧ ને શક સંવતની ગણતરીએ મૂકતાં ઈ.સ. ૮૯ થાય. આથી તે નહપાનના રાજ્યના અંત અને ચાષ્ટનના રાજ્યના આરંભ વચ્ચે ૬૭ થીય વધુ વર્ષોને ગાળો પડે છે; પરંતુ ક્ષહરાત રાજ્યનું ઉમૂલન કરનાર ગૌતમીપુત્ર શાતકણિ અને ક્ષહરાત રાજ્યના પ્રાપ્ત કરેલા પ્રદેશમાંના ઉત્તર પ્રદેશ ગુમાવી બેસનાર વસિષ્ઠીપુત્ર પુળુભાવિ કે વાસિષ્ઠીપુત્ર સાતકણિના સમય વચ્ચેનો ટૂંકો ગાળો લક્ષમાં લેતાં આટલો લાંબો ગાળો બંનેના શાસન વચ્ચે હોવાનો સંભવ જણાતો નથી. વળી આ સમયના કે એના પછીના સમયના ગુજરાત, મહારાષ્ટ્ર કે કાંકણમાંથી ઉપલબ્ધ શિલાલેખોમાં આ સંવતનાં વર્ષો ક્યાંય વપરાયાં હોવાની હજી જાણકારી નથી.૮૮ તેથી નહપાનના સમયના શિલાલેખોમાંનાં વર્ષોને વિક્રમ સંવતના ચોકઠામાં ગોઠવવાં યોગ્ય જણાતું નથી. શક સંવત
આ મતના મુખ્ય પ્રવર્તક રેસન ૮૯ છે. ચાષ્ટનાદિ વંશના રાજાઓના સિકકાઓમાં વપરાયેલે સંવત નહપાનના લેખમાં વપરાયે હોવાનો સંભવ, નહપાનના શિલાલેખોમાં પ્રજાયેલ ડુરાન શબ્દ, નહપાન કુષાણોને સૂબો હતો વગેરે મુદ્દાઓના સંદર્ભમાં આ મત રજૂ થયા છે.
નહપાનના સમયના શિલાલેખોમાંનાં વર્ષ ૪૧, ૪૨, ૪૫ અને ૪૬ તેમજ ચાન વંશના શિલાલેખો-સિક્કા લેખોમાં ઉલિખિત વર્ષ પર થી ૩૨૦ ને એકસાથે જોતાં એ એક સળંગ સંવતનાં વર્ષ હોવાનું વધારે સ્વાભાવિક લાગે; પરંતુ તાજેતરમાં અંધી ગામેથી ચાષ્ટનના સમયને વર્ષ 1ી નો એક શિલાલેખ પ્રાપ્ત થયા છે, ૯૦ આથી નહપાનના સમયના શિલાલેખોમાં દર્શાવેલ વર્ષો હવે ચાષ્ટનના સમયના શિલાલેખમાંનાં બે વર્ષો-૧૧ અને પર–વચ્ચે પડે છે. નહપાન એ ચાટનને પુરોગામી હોવાનું સ્વીકારીએ છીએ તે પછી નહપાનના સમયનાં એ વર્ષો શક સંવતનાં હોવાનું સ્વીકારી શકાતું નથી, કેમકે એમ કરવા જતાં નહપાન અને ચાર્ટન સમકાલીન હોવાનો વિચાર રજૂ કરવો પડે; પરંતુ ભૂમક, નહપાન, ચાટન, જયંદામા વગેરેના સિક્કાઓને વિગતવાર અભ્યાસ કરતાં આમ જણાતું નથી. આથી નહપાનના સમયના શિલાલેખમાં નિર્દિષ્ટ વર્ષો શક સંવતનાં હોવાનો મત પ્રતિપાદિત થઈ શકતો નથી. રાજ્યકાલનાં વર્ષો
પેરિપ્લસ”ના આધારે વિદ્યાનું એક જૂથ ૩ આ મંતવ્ય રજૂ કરે છે. - ઉપરાંત વેમ કષ્ક્રિશના સિક્કાઓ નહપાનના રાજ્યમાં પ્રચલિત હતા,૯૪