Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ
(પ્ર.
અને ભાષામાં લખાણ છે. ચાણન અને જયદામાના તાંબાના સિકકાના પૃષ્ઠભાગમાં સૌ પ્રથમવાર પર્વતાદિ ચિહ્નો છે. આ ઉપરાંત નહપાનના ચાંદીના સિકકામાં અગ્રભાગે રાજાનું ઉત્તરાંગ સૌ પ્રથમ વાર જોવા મળે છે, જે પછી ચાલ્કન અને એના વંશજોના ચાંદીના સિકકાઓમાં એકધાર્યું ચાલુ રહેલું છે. ચાષ્ટનના સિકકામાંના પઠભાગ ઉપરનાં પર્વતાદિ ચિહ્નો નહપાનના તાંબા કે ચાંદીના સિકકામાં નજરે પડતાં નથી. આથી નહપાન અને ચાઇના વચ્ચે પુરોગામી-અનુગામીને સંબંધ વધારે સ્વાભાવિક લાગે છે.
63. Ghosh, IHQ, Vol, VII, p. 122; Gopalachari, op. cit., pp. 53–59. Alteker, Proceedings of the Indian History Congress, Nagpur Session, 1950, pp. 39-42. Sudhakar Chattopadhyaya, op. cit., pp. 43–47; Karl Khandalawala, op. ct, pp. 16–25.
૯૪. Deoras, op. cit, pp. 152–153. વિમ કક્િસ=Wema Kadphises II 64. A Comprehensive History of India, Vol. II, p. 274
૯૬. પેરિપ્લસને રચનાકાલ એમાં નિર્દિષ્ટ રાજાઓના શાસનકાલને આધારે અને એ રાજાઓને સમયનિર્ણય પેરિપ્લસ” પરથી નિશ્ચિત કરવાનો પ્રયત્ન હંમેશ થયા કર્યો છે, જે બીજાંકુરચક્ર (argument in a circle) જેવો હોઈ હમેશાં ચર્ચાસ્પદ જ રહે છે. આથી પેરિપ્લસને આધાર નહપાનના શાસનકાલને જાણવામાં સહાયભૂત થતું નથી.
૯૭. જુઓ ઉપર “ક્ષત્રપો કુષાણના ઉપરાજ હતા ?” એ વિશેની ચર્ચા. - ૯૮. પટ્ટાવલી ગાથામાં ૪૦ વર્ષને ઉલ્લેખ છે. (જુઓ BORS, 1930, p. 283.) જિનસેનનું હરિવંશ પુરાણ ૪૨ વર્ષ નોંધે છે. (જુઓ Lalit Kala, op. cit., p. 15. Eurid avail Jyotiprased Jain, The Jain Sources of the History of Ancient India, Appendix, A)
૯૯. EI, Vol. VIII, p. 86.; IA, Vol. XLVII, p. 71. જોકે રાજબધાનીના મથકને સ્થાને ખરી રીતે આ સ્થળાનો ઉલેખ જિલ્લાનાં મથક તરીકે થયેલો હોવાનો સંભવ રજૂ કરી શકાય.
૧૦૦. મુનિ કલ્યાણવિજય, વીર નિર્વાદ સંવત કૌર નૈન શાસ્ત્રમાણન, પૃ. ૨૬-૫૮ ૧૦૧. પિરિપ્લસ, કંડિકા ૩૮ અને ૪૧ 902 JBORS, 1230, p. 290
૧૦૩. એના સમયના શિલાલેખોમાં એનાં જમાઈ–દીકરીના અનેક ઉલેખ આવે છે, જ્યારે એના કેઈ પુત્રનો ઉલ્લેખ આવતો નથી એ પરથી પ્રાય: એ અપુત્ર હોવાનું કહી શકાય.
૧૦૪. નહપાનના સમયના શિલાલેખે અને એના સિકકાઓનાં પ્રાપ્તિસ્થાને ઉપરથી એની રાજસત્તાનું વડું મથક મહારાષ્ટ્રમાં હોય એ પણ સંભવે. પણ શિલાલેખો તો ઉષવદાતે કોતરાવ્યા છે અને એ પણ માત્ર ગુફાદાનને લગતા હોઈ પશ્ચિમ ઘાટના ડુંગરોમાંથી મળ્યા છે. વળી ઉષવદત માટે કાંય કોઈ અધિકારસૂચક વિશેષણ વપરાયું નથી. એણે દાન
તો નાસિકથી માંડી પુષ્કર સુધીના વિસ્તારમાં દીધેલાં, પણ પશ્ચિમ ઘાટના પ્રદેશમાં શિલગ્રહોનાં દાન દીધેલાં હોઈએ જળવાઈ રહ્યાં છે અને લેખ ત્યાં કોતરેલા છે, જ્યારે અન્યત્ર આવાં દાન વિશે માહિતી મળતી નથી.