Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
♦ ♦ ૐ' ]
પશ્ચિમી ક્ષત્રપા
[૧૧૫
નાસિકના (સાતવાહન રાજાઓના) શિલાલેખામાંથીય એના રાજ્યની હદના ખ્યાલ મેળવી શકાય છે. સુરાષ્ટ્ર, કુકુર, અપરાંત, આકરાવતિ વગેરે પ્રદેશને નહપાનના રાજ્યમાં સમાવી શકાય.
આમ નહપાનના રાજ્યની હદ ઉત્તરમાં અજમેર સુધી, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી, પૂર્વાંમાં માળવા સુધી અને દક્ષિણમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર કાંકણ તેમજ અહમદનગર, નાસિક અને પૂના જિલ્લાઓ સુધી હેાવાનું સંભવે (જુએ નકશે. ૨). ક્ષહરાત રાજ્યનો અંત
αγ
ક્ષહરાત વંશના પ્રાપ્ત સિક્કાએ અને શિલાલેખામાં આ વંશના નહપાન પછીના કેાઈ રાજાએ વિશે કશી જ માહિતી મળતી નથી; સાહિત્યિક સાધનામાંથી પણ કોઈ વિગતા પ્રાપ્ત થતી નથી. સાતવાહન પુલના એક લેખમાં ગૌતમીપુત્ર શાતકણિ એ ક્ષહરાત વંશને નિર્મૂળ કર્યાના ઉલ્લેખ છે. ક્ષહરાત વંશના છેલ્લો રાજા કાંતા નહપાન હોય કાંતા એને કોઈ અનુગામી હોય; પણ જોગલથમ્મીમાંથી પ્રાપ્ત નહપાનના ૧૩,૨૭૦ સિક્કાએમાંથી ૯,૨૭૦ સિક્કાઓ પર ગૌતમીપુત્ર શાતકણિએ પાતાની છાપ પડાવેલી એ ઉપરથી સ્પષ્ટતાઃ કહી શકાય કે ગૌતમીપુત્ર શાતકણિ એ ક્ષહરાત વંશને રાજા નહપાનના સમયમાં નિર્મૂળ કર્યો હોવા જોઈ એ. આમ નહપાન આ વંશના છેલ્લા રાજા હતા અને એના અંત સાથે આ વંશને પણ અંત આવ્યા એવું સ્વાભાવિક અનુમાન કરી શકાય.