Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૬ ] પશ્ચિમી ક્ષત્રપે
[૧૦૭ ક્ષહરતોના પ્રદેશ સાતવાહન ગૌતમીપુત્ર સાતકણિએ લઈ લીધા અને આગળ જતાં એમાંના કેટલાક પ્રદેશ સાતવાહનો પાસેથી ચાનાદિ ક્ષત્રપોએ પાછા મેળવ્યા એ વિગતને લક્ષમાં લેતાં નહપાન ચાષ્ટ્રનને સીધો પુરોગામી હોવાનું જણાય છે. ભૂમકને સમય
એના ઉપલબ્ધ સિકકાઓ સમયનિર્દેશ વિનાના છે, પરંતુ એના અનુગામી અને પ્રાયઃ ઉત્તરાધિકારી નહપાનના સમયના આઠ ગુફાલેખોમાંથી કેટલાકમાં વર્ષને નિર્દેશ છે. આ વર્ષોના આધારે તેમજ અન્ય સામગ્રી પરથી નહપાનને સમય નિશ્ચિત કરી એના પુરોગામી ભૂમકને સમય-નિર્ણય એ પરથી તારવી શકાય.
નહપાનના સમયના શિલાલેખોમાં દર્શાવેલ વર્ષ રાજ્યકાલનાં હોવાનું સૂચિત થાય છે. એમાં નિર્દિષ્ટ મોડામાં મોડું સાત વર્ષ ૪૬ છે. આથી એ ઓછામાં ઓછાં ૪૬ વર્ષ ગાદી ઉપર રહ્યો હોવો જોઈએ. ભૂમકના રાજ્યકાલના કેઈ ચક્કસ વર્ષનિર્દેશ મળ્યા નથી, પરંતુ એના સિક્કાઓનું અલ્પ સંખ્યા પ્રમાણ જોતાં એણે દશેક વર્ષ રાજય કર્યું હોય એમ ધારી શકાય.
જે નહપાનનું રાજય ચાલ્કનના રાજ્યારોહણ અગાઉ તરત જ પૂરું થયું હેય અને ચાર્જનનું રાજ્ય શિક વર્ષ ૧ થી શરૂ થયું હોય તો નહપાનને રાજયકાલ લગભગ ઈસ્વી સન ૩૨ થી ૮ ને અને એના પુરોગામી ભૂમકનો રાજયકાલ લગભગ ઈસ્વી સન ૨૩ થી ૩૨ ને હોવો સંભવે. રાજ્યવિસ્તાર
ભૂમકના સિક્કાઓ ગુજરાત, માળવા, અજમેર વગેરે સ્થળોએથી પ્રાપ્ત થયા છે તેથી એની સત્તા છે તે પ્રદેશ પર હેવાને સંભવ સૂચિત થાય છે; છતાં સિક્કાઓની. પ્રાપ્તિ મૂળ સ્થાનેથી થયેલી ન હોય તો એનાં અર્વાચીન પ્રાપ્તિસ્થાનો પરથી આવું ખાતરીપૂર્વકનું અનુમાન કરવું મુશ્કેલ ગણાય. નહપાન
સાહિત્યિક અને પુરાવસ્તુકીય એમ ઉભય સાધને ક્ષહરાત વંશના બીજા અને પ્રાયઃ છેલ્લા રાજા નહપાનની રાજકીય કારકિર્દી અને સમકાલીન સંસ્કૃતિ વિશે કેટલીક મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે.
સાહિત્યિક સાધનોમાં વચમૂત્ર-નિર્યુન્નિ, તોય-quorત્તિ, જિનસેનનું રિવંશ-વુળ, મેરૂતુંગની વિવાળી, વાયુપુરાણ, “પરિસ” અને આને સજીને. સમાવેશ થાય છે.૭૦ મરચત્રની નિતિમાં નિર્દિષ્ટ કથાનુંસાર૭૧ જુવાળ તે.