Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ]
પહેલું પાટનગરઃ ગિરિનગર
[.૫૯.
આ અભિલેખના આરંભમાં સુરાષ્ટ્રના ગોતા નિમાયેલા પર્ણદત્તની શક્તિઓ અને ગુણોનું જે વર્ણન કરેલું છે તે અર્થશાસ્ત્રના ઉપદેશની રૂઢિ અનુસાર હોય, અથવા આ “ગ્રન્થ-રચના”ના કવિએ કરેલી પર્ણદત્તની સ્તુતિ હોય, પણ કંદ-- ગુપ્ત “અર્થના” કરી કવચિત-મુશ્કેલીથી-પર્ણદત્ત પાસે એ અધિકાર સ્વીકારાવ્યો એ જોતાં આ વર્ણનમાં કંઈક દતિહાસની વાસ્તવિકતા દેખાય છે કે ક્ષત્રપ પાસેથી થોડા વખત પહેલાં કબજે કરેલા સુરાષ્ટ્રનું યોગ્ય પ્રશાસન સ્કંદગુપ્ત માટે ચિંતાનો વિષય હોય અને કદાચ કોઈ અમલદાર જવાબદારી લેવા તૈયાર ન હોય. અને પર્ણદત્ત પોતે પણ પ્રારંભમાં રાજી ન હોય અને રાજાની “અર્થના”ને ઉલ્લંઘી ન શકાય માટે જ એણે સૈારાષ્ટ્રના શાસકનું સ્થાન સ્વીકાર્યું હોય, સ્કંદગુપ્તના આગ્રહમાં પર્ણદત્તની શક્તિઓ અને ગુણ પણ કારણ હોય.
પર્ણદત્ત પિતાના પુત્ર ચક્રપાલિતને નગરની રક્ષા માટે નો (પં. ૧૧-૧૨). આને અર્થ એવો કે પર્ણદત્ત આખા સુરાષ્ટ્ર ઉપર નજર રાખતો હોય અને ચક્રપાલિત ગિરિનગરને ખાસ અમલદાર હેય.
ચક્રપાલિકે પૂર્વોને (પૂર્વરક્ષકને) ચડી જાય તેવી સારી રીતે નગરની રક્ષા કરી (પં. ૧૨).
પરંતુ આ બધું આ અભિલેખમાં પ્રસ્તાવના-રૂપે છે, એનું નિમિત્ત તો. સુદર્શન ફરી ફાટયું અને એની “સંસ્કાર-રચના” કરવી પડી એ છે. રુદ્રદામાના સમયમાં ભાર્ગશીપની કૃષ્ણપક્ષની પ્રતિપદાએ અકાળ વર્ષોએ આપત્તિ ઉતારી હતી. સ્કંદગુપ્તના સમયમાં આ ઘટના ગુપ્ત સંવત ૧૩૬ ના પ્રૌપદ(ભાદ્રપદની છઠના દિને અર્થાત્ વર્ષા ઋતુમાં બની. અતિવૃષ્ટિને લઈને રાતના ત્વરાથી સુદર્શન ફાટયું (વિમેઢ ૫. ૧૫).
“હવે થશે, શું થશે, એમ બધી બાજુએ જને બૂમ પાડવા લાગ્યા (પ્રવાનિ:) અને ઉત્સુક થઈ રાતના આગલા-પાછલા પહેરેમાં ચિંતન કરવા લાગ્યાઃ શું સકલ લેકમાં ક્ષણમાં દુર્દશનતાને પામેલ સુદર્શન પાછું અંનિધિદર્શનવાળું થાય? (લે. ૩૦-૩૧)
“ચક્રપાલિતે ગુપ્ત સંવત ૧૩૭ માં શ્રેષ્મ(ક) માસના પૂર્વ પક્ષના પ્રથમ દિને શાસ્ત્રોક્ત વિધિ, નગરજને અને ભુનાં સંમાન આદિ બે માસ સુધી કર્યા (લે. ૩૫).”
આનો અર્થ એવો કે ગુ. સં. ૧૩૬(ઈ.સ. ૪૫૫) ના ભાદ્રપદમાં ફાટેલા સુદર્શનનું સમારકામ ગુ. સં. ૧૩૭(ઈસ. ૪૫૬) ના ગ્રીષ્મમાં પૂરું થયું, અને