Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૮] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. આ બધી ક્રિયા થયા પછી આ અભિલેખ રચાયો તે સમયે સુદર્શન તડાગ કેવું હતું એનું વર્ણન અભિલેખના પ્રારંભમાં છે: “સિદ્ધિ. આ સુદર્શન તળાવ ગિરિનગરથી................ પથ્થરનો વિસ્તાર (પહોળાઈ), આયામ (લંબાઈ) અને ઉછુય (ઊંચાઈ) સાંધા વિના (સાંધે ન દેખાય એ રીતે ) બાંધેલા છે એવી જેની દઢ એવી સર્વ પાળો હોવાથી પર્વતપાદનું એ પ્રતિસ્પધી સુશ્લિષ્ટબંધ..........અકૃત્રિમ (કુદરતી) સેતુબંધથી ઉપપન (યુક્ત). સુવ્યવસ્થિત. પ્રણાલીઓ, પરીવાહો અને કચરામાંથી બચવાના ઉપાય.....ત્રણ વિભાગો ......... આદિ અનુગ્રહ (સગવડો)થી મોટા ઉપચયમાં છે (મહત્યુથે વર્તતે)” (પં. ૧-ક).૭૩
સુદર્શન ફરી બંધાઈ ગયું હશે ત્યારે એ લે છલ હશે એમ આ વાક્યથી જણાય છે. '
ગિરિનગરના ઇતિહાસમાં સુદર્શન તળાવનું વિધાન અતિ મહત્વની ઘટના છે. આ અભિલેખ ગિરિનગરમાં એક માર્ગશીર્ષના કૃષ્ણપક્ષની પ્રતિપદાએ પડેલી કુદરતી આપત્તિ અને એના પ્રતીકારની ઝાંખી કરાવે છે. પ્રજામાં હાહાકાર થતાં અને અમલદારો નિરાશ થઈ જતાં, લાંચ ન લે તેવા એ આર્યો–પહલવ સુવિશાખ—કેવી કામગીરી બજાવી એનું એ અભિલેખ દર્શન કરાવે છે. લોકોને કરવેરા કે વેઠથી પીડ્યા વિના આ કાર્ય રુદ્રદામાએ પૂરું પડાવ્યું. રુદ્રદામાની આશા તો હજાર વર્ષ સુધી ગેબ્રાહ્મણના હિતાર્થે આ સુદર્શન તળાવ ચાલુ રહે એવી હતી, પરંતુ લગભગ ૩૦૦ વર્ષો પછી આ સુદર્શનને આવી જ બીજી કુદરતી આપત્તિ ભાંગી નાખે છે અને ગુપ્તવંશનો કંદગુપ્ત એનું પુનર્વિધાન કરાવે છે.
આનર્ત-સૌરાષ્ટ્રમાં ક્ષત્રપોને શાસનકાળ લગભગ ઈ. સ. ૧૦૦ થી ૪૦૦ સુધી ચાલે.
પ. ગુપ્તકાલીન ગિરિનિગર પછી અહીં મગધના ગુપ્ત સામ્રાજ્યના શાસન દરમ્યાન ચંદ્રગુપ્ત ૨ જા, કુમારગુપ્ત ૧ લા અને સ્કંદગુપ્તનું રાજ્ય પ્રવ. એ ત્રણેય સમ્રાટોએ આ પ્રાંત માટે ક્ષત્રપોના સિકકા જેવા ચાંદીના સિક્કા પડાવ્યા. ગિરિનગરના સુદર્શનના સેતુના ભંગ તથા પુનર્વિધાનની ઘટના સ્કંદગુપ્તના સમયમાં બની.
સ્કંદગુપ્તના અભિલેખના મુખ્ય ભાગનું ૧-૨૩ પંક્તિઓ સુધીના ભાગનું નામ છે “સુદર્શન-ટાક-સંસ્કાર-ગ્રન્થ-રચના'. આ રચના કોઈ મહાકાવ્યના સર્ગ જેવી છે. ક્ષત્રપ પછીનું ગિરિનગરમાં સંસ્કૃતમાં લખાયેલું આ બીજું જાહેરનામું છે.