Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ થું ]
મૌર્યકાલ
[૭૯
વગેરે સહુએ એકબીજાને કહેવું. બીજ માંગલિક વિધિ અનિશ્ચિત ફળવાળી અને માત્ર ઐહલૌકિક છે, જ્યારે ધર્મની માંગલિક વિધિ તો આ લેકમાં તેમજ પરલેકમાં સર્વદા ફળ આપે છે.
૧૦. રાજા યશ કે કીર્તિને મહત્ત્વની માનતા નથી, સિવાય કે મારા માણસો હાલ તેમજ ભવિષ્યમાં ધર્મને આરાધે અને આચરે. એ બાબતમાં, હું જે કંઈ પુરુષાર્થ કરું છું તે એટલા માટે કે સહુ પરિસ્ટવ અર્થાત્ અપુણ્ય ઘટાડે. સક્રિય પુરુષાર્થ વિના આ કરવું મુશ્કેલ છે. મોટા માણસ માટે એ વધારે મુશ્કેલ છે.
૧૧. રાજા કહે છે: ધર્મદાન જેવું કોઈ દાન નથી. એમાં આ હેય છે: - દાસો તથા સેવકો તરફ સદવર્તાવ, માતા-પિતાની સેવા, મિત્રો પરિચિતો અને સંબંધીઓને તેમજ શ્રમણ અને બ્રાહ્મણોને દાન, પ્રાણીઓની અહિંસા. પિતા પુત્ર ભાઈ સ્વામી મિત્ર વગેરે સહુએ આ કરવા માટે એકબીજાને ભલામણ કરવી. આ ધર્મદાન વડે આ લેકનું સુખ મળે છે તેમજ પરનું અનંત પુણ્ય પ્રસરે છે.
૧૨. રાજા સર્વ સંપ્રદાયને દાન તથા આદર દે છે, જેથી એ સર્વની સારદ્ધિ થાય. સારવૃદ્ધિ બહુ પ્રકારની છે, પરંતુ એનું મૂળ છે વાક્સયમ. પિતાના સંપ્રદાયની પ્રશંસા અને પારકા સંપ્રદાયની નિંદા વિના કારણે ન થાય અને કારણસર થાય ત્યારે પણ થોડી જ થાય. પર-સંપ્રદાયને માન આપવાથી એ બંને સંપ્રદાયનું ભલું કરે છે. તેથી સંયમ સારે છે. અન્યોન્યના ધર્મને સાંભળે અને સેવે. આ માટે ધર્મ-મહામાત્ર, સ્ત્રી–અધ્યક્ષ મહામાત્રો વગેરે નીમ્યા છે. એનાથી સ્વ-સંપ્રદાયની વૃદ્ધિ તથા ધર્મની દીપ્તિ થાય છે.
૧૩. અભિષેક થયાને આઠમે વર્ષે રાજાએ કલિંગ દેશ જીત્યો. ત્યાંથી દેઢ લાખ માણસ પકડાયા, ત્યાં એક લાખ માર્યા ગયા અને અનેક ગણું મૃત્યુ પામ્યા. પછી દેવના પ્રિયને તીવ્ર ધર્મ-ચિંતન, ધર્મ-રચિ અને ધર્મ–ઉપદેશ થયેલ છે. દેવોના પ્રિયને કલિંગ દેશ જીતીને પશ્ચાત્તાપ થયો છે. ત્યાં બ્રાહ્મણ, શ્રમણો વગેરે જે ધર્મિષ્ઠ જ વસે છે તેના મિત્રો, પરિચિતો અને સંબંધીઓને આમાં જે કષ્ટ પડે તેનાથી તેઓને પણ દુઃખ થાય. આથી એના સેમા કે હજારમા ભાગને કષ્ટ થાય તો એને હવે દેવોને પ્રિય ભારે માને છે. જે નુકસાન કરે તેને ક્ષમા કરી શકાય તેટલી ક્ષમા કરવી. દેવના પ્રિયે જીતેલ અટવીમાં પણ આ નીતિ રાખવી. દેવના પ્રિયે ધર્મ-વિજયને મુખ્ય વિજય મા છે ને એ એણે સર્વ સરહદો પર પ્રાપ્ત કર્યો છે-જ્યાં અંતિક૨૯ નામે યવન રાજા