Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
-૧૦૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ આરંભ પહેલાંનાં વર્ષોમાં થયે હે જોઈએ. ભૂમક નહપાનને પુરોગામી ઈ એનું રાજ્ય ઈસુની પ્રથમ સદીના બીજા ચરણના અંતમાં શરૂ થયું ગણાય.૩૭
હાલ આપણે જે અર્થમાં “સંત' શબ્દ પ્રયોજીએ છીએ તે અર્થમાં પહેલાં સામાન્યતઃ ‘ઝ' શબ્દ વપરાતે હતો. “સંવત’ એ તે વસ્તુતઃ “સંવત્સર'નું સંક્ષિપ્ત રૂ૫ છે, જેને મૂળ અર્થ છે વર્ષ. ક્ષત્રપોને લેખમાં વર્ષની સંખ્યાની આગળ માત્ર વર્ષ શબ્દ જ આવે છે અને એની અગાઉ રાઝ જેવા કોઈ કાલસંવત)ને સંબંધ દર્શાવવામાં આવતો નથી, પરંતુ વર્ષ' શબ્દની પહેલાં એ સમયે રાજ્ય કરતા રાજાનું નામ કતરેલું હોય છે. રાજાના નામ અને વર્ષ વચ્ચે આપેલ વ્યાકરણીય સંબંધ તે જાણે એ વર્ષ તે તે રાજાના રાજ્યકાલનું હોય એવું સૂચવે છે.૩૮ ચાખનાદિ વંશના રાજાઓના લેખોમાં વર્ષની સંખ્યા સળંગ ક્રમમાં ઉત્તરોત્તર વધતી જાય છે. અને એ ૧૧ થી ૩૨૦ સુધીની છે, આથી આ વર્ષે તે તે રાજાના રાજ્યકાલનાં નહિ, પણ કોઈ સળંગ સંવતનાં હોવા વિશે શંકા રહેતી નથી.
સમકાલીન રાજવંશો સાથેના સંબંધ પરથી આ વર્ષે શક સંવતનાં ગણવાં જોઈએ એવું મોટા ભાગના ઇતિહાસવિદો માને છે. આ શક સંવતનો આરંભ વિક્રમ પછી ૧૩૫ વર્ષે અને ઈસ્વી સન પછી ૭૮ વર્ષે થયો છે. આ ગણતરીએ કાઈમકાદિ ક્ષત્રપ રાજાઓ માટે આગળ અંદાજેલ વર્ષ ૧૧ થી ૩૨૦ ને સમય તે વિક્રમ સંવત ૧૪૭ થી ૪૫૫ અને ઈસ્વી સન ૮૯ થી ૩૯૮ સુધીનો ગણાય. ક્ષહરાત વંશના બે રાજાઓ ભૂમક અને નહપાને આશરે છપ્પન વર્ષ રાજ્ય કર્યું હોય તે આ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના સત્તા-અમલને સમગ્ર સમય વિસ્તાર આશરે ઈ.સ. ૨૩ થી ૩૯૮ સુધી ગણાય.
- ૨. ક્ષહરાત વંશ ભારતના પ્રાચીન ઇતિહાસના પ્રાગ-ગુપ્તકાલ દરમ્યાન અહીં કોઈ કેંદ્રસ્થ રાજસત્તા હોવાનું જણાતું નથી. મૌર્ય સામ્રાજ્યના અસ્ત પછી ભારત નાનાંમેટાં અનેક સ્વતંત્ર રાજ્યમાં વહેંચાઈ ગયેલું. ઈસુના આરંભનાં વર્ષોમાં ઉત્તર ભારત કુષાણુવંશી રાજાઓની સત્તા નીચે અને દક્ષિણ ભારતને મોટો ભાગ સાતવાહન રાજાઓની સત્તા હેઠળ હતો, ત્યારે ભારતના પશ્ચિમ ભાગ ઉપર તેમજ ઉત્તર અને દક્ષિણને જોડતા કેટલાક ભાગ ઉપર શક જાતિના ક્ષત્રપ રાજાઓની આણ પ્રવર્તતી હતી.
પશ્ચિમ ક્ષત્રપોની વંશાવળીનું અવલોકન કરતાં, ઉપર સૂચવ્યું તેમ, એમાં કુલ છ કુલે હેવાનું જાણવા મળે છે. આમાં પહેલું કુલ ક્ષહરાત વંશના